
જુનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢના માળિયાની ગિરનાર હાઈસ્કૂલમાં જુનાગઢ જિલ્લા અને માળિયા આરોગ્ય શાખા દ્વારા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન મુજબ, ટોબેકો કંટ્રોલ સેલ જૂનાગઢ અને તાલુકા હેલ્થ ઓફિસર માળિયાના માર્ગદર્શન હેઠળ ગિરનાર હાઈસ્કુલમાં Tobecco Free Youth Campaign 3.0 અંતર્ગત વ્યસન મુક્તિ, અને તમાકુથી થતા નુકસાનોના વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાઈઓ બહેનોએ ભાગ લીધો હતો અને પોતાના વિચારો ચિત્ર મારફત રજૂ કર્યા હતા જેમાં તાલુકા હેલ્થ ઓફિસ માળિયા વતી 20 બાળકોને પ્રોત્સાહિત કરાયા હતાં. અને પ્રથમ બીજો અને ત્રીજો નંબર આવનાર બાળકોને ભેટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. ડાભીભાઈ દ્વારા તમાકુ અને વ્યસનથી થતી નુકસાની અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને બાળકો અને તેમના પરિવારને તમાકુના દૂષણથી દૂર રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય અશોક શિંદે દ્વારા કાર્યક્રમ શાળામાં રાખવા માટે આરોગ્ય વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા હેલ્થ સુપરવાઇઝરમિતેશ કછોટ, આયુષ એમ.ઓ ભંડુરી. ડો. કિંજલ ભટૂમે અને ગિરનાર સ્ટાફ દ્વારા જહેમત આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ