વી.કે. ભૂલા હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળામાં જાગૃતિ વિદ્યાલયને પ્રથમ સ્થાન
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) પાટણની વી.કે. ભૂલા હાઈસ્કૂલમાં આજે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો. આ મેળામાં વિવિધ શાળાઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા પોતાના જ્ઞાનને રજૂ કર્યું. મેળામાં સરસ્વતી તાલુકાની જાગૃતિ ઉત્તર બુનિયાદ
વી.કે. ભૂલા હાઈસ્કૂલમાં વિજ્ઞાન મેળામાં જાગૃતિ વિદ્યાલયને પ્રથમ સ્થાન


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) પાટણની વી.કે. ભૂલા હાઈસ્કૂલમાં આજે એસ.વી.એસ. કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો. આ મેળામાં વિવિધ શાળાઓએ ભાગ લીધો અને વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રદર્શન દ્વારા પોતાના જ્ઞાનને રજૂ કર્યું.

મેળામાં સરસ્વતી તાલુકાની જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વારેડાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. શાળાએ વિભાગ 1 માં આ સિદ્ધિ મેળવી ગૌરવ વધાર્યો છે અને હવે તેઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં ભાગ લેશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande