જામનગર સાયબર પોલીસ દ્વારા સાયબરક્રાઈમ અંગેની જાગૃતિ માટે સેમિનાર યોજાયો
જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર તથા જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજનના નંદનિકેતન વ
સાયબર સેમિનાર


જામનગર, 14 નવેમ્બર (હિ.સ.) : રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર તથા જામનગર જિલ્લા પોલીસવડા ડો.રવિ મોહન સૈની દ્વારા ક્રાઇમ કોન્ફરન્સ દરમ્યાન આપેલ માર્ગદર્શન મુજબ જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેશ કાર્યક્રમનું આયોજનના નંદનિકેતન વિદ્યાલય ગોકુલનગર જામનગર ખાતે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું સફળ આયોજન પીઆઇ આઇ.એ.ઘાસુરાનાઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ છે.

આ સેમીનારમાં નંદનિકેતન વિદ્યાલય ખાતે ના 60 જેટલા વિદ્યાર્થીઓ તથા 3 કર્મચારીઓના સ્ટાફને વિવિધ પ્રકારના સાયબર ક્રાઇમ જેવા કે, વીશીંગ કોલ, ફીશીંગ કોલ, ફેક શોપીંગ વેબસાઇટ, ઇન્સ્ટન્ટ લોન ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, ટાસ્ક ફ્રોડ વિગેરે બાબતે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સાયબર ફ્રોડ વિશે માહીતગાર કરેલ તથા તેમાંથી બચવાના ઉપાયો અંગેની મહત્વપુર્ણ ચર્ચા તથા માગદર્શન આપવામાં આવેલ હતું.

આ સેમીનાર દરમ્યાન વોટ્સઅપ, ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ તેમજ અન્ય સોશિયલ મીડિયા વેબસાઇટસના સિક્યુરિટી સેટીંગ તથા ઇન્ટરનેટની સુરક્ષા વિશેની માહિતી આપેલ તે ઉપરાંત જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના સોશિયલ મિડિયા એકાઉન્ટ વિશે માહીતી આપેલ અને લોકોને સાયબર ફ્રોડની નવિન ઘટનાઓ વિશે સતત માહીતગાર રહેવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન જામનગરની વોટ્સઅપ ચેનલ પર જોડાવવાનો આગ્રહ કરવામાં આવેલ હતો. આ ક્રાર્યક્રમનું પ્રેઝન્ટેશન પોલીસ કોન્સટેબલ ભાવિશાબેન, હિરલબેન, શ્રધ્ધાબેન દ્વારા કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande