
જૂનાગઢ,14 નવેમ્બર (હિ.સ.) મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે જૂનાગઢમાં વિવિધ સ્થળોએ અવેરનેસ કેમ્પ યોજાયો હતો.
મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ– SIR 2025 અંતર્ગત વૃદ્ધ નિકેતન વૃદ્ધાશ્રમ, જિલ્લા જેલની પાછળ,જૂનાગઢ તથા સાંપ્રત સેલ્ટર હોમ,નરસિંહ મહેતાના ચોરા સામે અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ખાસ સધન સુધારણા કાર્યક્રમ ૨૦૨૫ ની માહિતી આપવામાં આવી હતી. તેમજ મતદારોએ ભરવાના થતા ગણતરી ફોર્મ્સ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ