પંચાયત દ્વારા કેશોદ તાલુકાના પસવાડા એપ્રોચ રોડ માટે રૂપિયા 80 લાખ મંજૂર
જૂનાગઢ,14 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ રોડની દુરસ્તીકરણની કામગીરી નો આરંભ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. મદદનીશ ઇજનેર વિજય ભાદરકાએ જણાવ્યું હતું કે, ચોમાસા બાદ રોડ રસ્તાના મરામતની કામ
માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા


જૂનાગઢ,14 નવેમ્બર (હિ.સ.) જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ રોડની દુરસ્તીકરણની કામગીરી નો આરંભ માર્ગ મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે. મદદનીશ ઇજનેર વિજય ભાદરકાએ જણાવ્યું હતું કે, ચોમાસા બાદ રોડ રસ્તાના મરામતની કામગીરી માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત કેશોદ તાલુકાના અગતરાય પાસે પસવાડા એપ્રોચ રોડનું કિસાન પથ યોજના અંતર્ગત મરામતની કામગીરી શરૂ છે. જેમાં સૌપ્રથમ ડામર કામ, ત્યારબાદ સીસી અને અન્ય સ્ટ્રક્ચર કામ કરવામાં આવશે. આમ, પસવાડા એપ્રોચ રોડ ના મરામત થવાથી ગ્રામજનોને અવરજવર માટે સુવિધામાં વધારો થશે

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande