સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત, પ્રદર્શનની મુલાકાત લેતા મંત્રી અર્જુન મોઢવાડિયા
અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પ્રદર્શનની કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રાને દર્શાવતું પ્રદર્શન
સંઘ શતાબ્દી વ્યાખ્યાન માળા


સંઘ શતાબ્દી વ્યાખ્યાન માળા


સંઘ શતાબ્દી વ્યાખ્યાન માળા


અમદાવાદ ખાતે કાર્યક્રમ


અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ.) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી નિમિત્તે ભારતીય વિચાર મંચ દ્વારા અમદાવાદ ખાતે આયોજિત પ્રદર્શનની કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી હતી.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 100 વર્ષની યાત્રાને દર્શાવતું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેની મુલાકાત મંત્રીએ લઈ પ્રદર્શનને નિહાળ્યું હતું. મંત્રીએ સમગ્ર આયોજનને બિરદાવ્યું પણ હતું. વધુમાં સંઘ દ્વારા મલ્ટિમીડિયા શો પણ તૈયાર કરાયો છે.

મંત્રીએ આ મુલાકાત લઈ આનંદની લાગણી અનુભવી હતી અને જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમાજસેવા અને મહાનુભાવો વિશે જાણીને ગૌરવ અનુભવું છું. વધુમાં, સંઘ દ્વારા કરાયેલ સમાજ ઉત્થાનના કાર્યો વિશે પણ વાત કરી હતી. આ ઉપરાંત તેમણે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ પણ સાધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ વ્યાખ્યાનમાળા, પ્રદર્શન અને મલ્ટિમીડિયાનું ઉદ્ઘાટન કરાયું હતું.

આ પ્રસંગે સંઘના અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande