પ્રધાનમંત્રી મોદીએ, પંડિત નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​સવારે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પ
પ્રધાનમંત્રી મોદીએ, પંડિત નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી


નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, આજે ​​સવારે દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર લખ્યું, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ.

ઉલ્લેખનીય છે કે, 14 નવેમ્બર, 1889 ના રોજ પ્રયાગરાજ (તે સમયે અલ્હાબાદ) માં જન્મેલા નેહરુએ પોતાનું પ્રારંભિક શિક્ષણ, ઘરે ખાનગી શિક્ષકો પાસેથી મેળવ્યું હતું. પંદર વર્ષની ઉંમરે, તેઓ ઇંગ્લેન્ડ ગયા અને બે વર્ષ હેરોમાં રહ્યા પછી, કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, જ્યાં તેમણે કુદરતી વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 1912 માં ભારત પાછા ફર્યા બાદ, તેઓ સીધા રાજકારણમાં પ્રવેશ્યા, સ્વતંત્રતા પછી દેશના પ્રધાનમંત્રી બન્યા.

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande