પાટણ એલ.સી.બી. પોલીસે, સિદ્ધપુર ચાર રસ્તા નજીક ક્રિકેટ સટ્ટાબાજી રેકેટમા 2 ઝડપાયા
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) પાટણ એલ.સી.બી. પોલીસે સિદ્ધપુર ચાર રસ્તા નજીક બાતમીના આધારે સેંઢાલ ગામના વિષ્ણુજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. તેના મોબાઈલમાં ‘ઓલ પેનલ 777 નાઉ’ નામની ક્રિકેટ સટ્ટાની વેબસાઈટ ચાલુ હાલતમાં મળી આવી હતી. પૂછપરછમાં વિષ્ણુજીએ જણાવ્ય
પાટણ એલ.સી.બી. પોલીસે સિદ્ધપુર ચાર રસ્તા નજીક ક્રિકેટ સટ્ટાબાજી રેકેટમા 2 ઝડપાયા


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) પાટણ એલ.સી.બી. પોલીસે સિદ્ધપુર ચાર રસ્તા નજીક બાતમીના આધારે સેંઢાલ ગામના વિષ્ણુજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો. તેના મોબાઈલમાં ‘ઓલ પેનલ 777 નાઉ’ નામની ક્રિકેટ સટ્ટાની વેબસાઈટ ચાલુ હાલતમાં મળી આવી હતી.

પૂછપરછમાં વિષ્ણુજીએ જણાવ્યું કે તેણે આ આઈડી લગભગ 20 દિવસ પહેલા હારીજની પાયલ દેસાઈ પાસેથી રૂ. 1900માં ખરીદી હતી અને બારકોડ સ્કેન કરીને પૈસા જયકુમાર રબારીના ફોન પે એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. પોલીસે તેના પાસેથી રૂ. 10,500નો મોબાઈલ જપ્ત કર્યો હતો.

આ જ રાત્રે પોલીસએ સિદ્ધપુર ચાર રસ્તા નજીકથી નરેન્દ્ર પટેલને પણ ક્રિકેટનો સટ્ટો રમતા પકડ્યો હતો. તેની પાસેથી રૂ. 20,000 કિંમતનો મોબાઈલ જપ્ત કરવામાં આવ્યો હતો. નરેન્દ્રએ પણ પાયલ નામની મહિલાથી રૂ. 5000માં સટ્ટાની આઈડી મેળવી હોવાનું બહાર આવ્યું.

બંને શખ્સો પાસેથી મળેલી માહિતી મુજબ આઈડી પાયલ દેસાઈ પૂરાં પાડતી હતી અને પેમેન્ટ જયકુમાર રબારીના બેંક અને ફોન પે એકાઉન્ટમાં લેવાતું હતું. પોલીસે બંને સટ્ટોડિયા, પાયલ દેસાઈ અને જયકુમાર રબારી વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ શરૂ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande