રાજકોટ-પોરબંદર ટ્રેનને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું
ભાવનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી, ભારત સરકાર, તથા અર્જુન મોઢવાડિયા, મંત્રી, વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી – ગુજરાત સરકાર અને રાજકોટ ખાતે કાર્યક્રમમાં
ઝંડી બતાવીને પ્રસ્થાન


ભાવનગર, 14 નવેમ્બર (હિ.સ.) : ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી, ભારત સરકાર, તથા અર્જુન મોઢવાડિયા, મંત્રી, વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી – ગુજરાત સરકાર અને રાજકોટ ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ રાજકોટ રેલવે સ્ટેશનથી રાજકોટ–પોરબંદર વચ્ચે ચાલનારી પ્રારંભિક વિશેષ ટ્રેન (Inaugural Special) ને હરી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું.

ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે ટ્રેન નંબર 09561 રાજકોટ–પોરબંદર પ્રારંભિક વિશેષ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 10:30 વાગ્યે રવાના થઈ. ડૉ. મનસુખ માંડવિયા, કેન્દ્રીય શ્રમ, રોજગાર, યુવા બાબતો અને રમતગમત મંત્રી, ભારત સરકાર તથા અર્જુન મોઢવાડિયા, મંત્રી, વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન, વિજ્ઞાન અને ટેકનોલોજી – ગુજરાત સરકાર અને અન્ય મહાનુભાવોએ આ પ્રારંભિક વિશેષ ટ્રેનમાં રાજકોટથી બેસી પોરબંદર સુધીની મુસાફરી કરી.

રાજકોટ - પોરબંદર ટ્રેનના શુભારંભ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, સાંસદ રાજકોટ પરશોત્તમ રૂપાલા, સાંસદ જામનગર પુનમબેન માડમ, જિલ્લા અધ્યક્ષ પોરબંદર (ભાજપ) ચેતનાબેન તિવારી, જિલ્લા પંચાયત અધ્યક્ષ પોરબંદર પર્વતભાઈ પરમાર, જિલ્લા પ્રભારી પોરબંદર પ્રદીપભાઈ ખેમાણી અને અન્ય ગણમાન્ય મહેમાનો હાજર રહ્યા.

ભાવનગર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં માનનીય મંત્રી મનસુખ માંડવિયા અને અર્જુન મોઢવાડિયા જી એ ઉપસ્થિત મુસાફરો તથા સામાન્ય જનતાને સંબોધિત કર્યા. રાજકોટ–પોરબંદર સેક્શનના ભાવનગર મંડળ હેઠળ આવતા તમામ સ્ટેશનો પર ડૉ. મનસુખ માંડવિયા તથા અર્જુન મોઢવાડિયાનું સ્થાનિક પ્રતિનિધિઓ અને સામાન્ય જનતાએ હર્ષભેર સ્વાગત કર્યું, ટ્રેન શરૂ થવાની ખુશી વ્યક્ત કરી અને આભાર માન્યો.

ભાવનગર રેલવે મંડળ પર ટ્રેનના સ્વાગતનો મુખ્ય કાર્યક્રમ પોરબંદર રેલવે સ્ટેશન પર યોજાયો. આ અવસરે મુખ્ય અતિથિઓ સાથે અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ ઉપસ્થિત રહ્યા. તે ઉપરાંત મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા અને તેમની ટીમ, રેલયાત્રી, સામાન્ય જનતા તથા મીડિયા પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા.

નિયમિત ટ્રેનોની માહિતી:

ટ્રેન નંબર 59561 રાજકોટ–પોરબંદર પેસેન્જર 15.11.2025થી દરરોજ પોતાના નિર્ધારિત સમય પ્રમાણે નિયમિત રીતે દોડશે.આ ટ્રેન રાજકોટ સ્ટેશનથી સવારે 8:35 વાગ્યે પ્રસ્થાન કરશે અને 13:15 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.

ટ્રેન નંબર 59562 પોરબંદર–રાજકોટ પેસેન્જર 15.11.2025થી દરરોજ પોતાના નિર્ધારિત સમય પ્રમાણે નિયમિત રીતે દોડશે.આ ટ્રેન પોરબંદરથી 14:30 વાગ્યે નીકળશે અને 18:55 વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે.

ટ્રેન નંબર 59564 પોરબંદર–રાજકોટ પેસેન્જર (અઠવાડિયામાં 5 દિવસ, ગુરુવાર અને રવિવાર સિવાય) 15.11.2025થી પોરબંદર સ્ટેશનથી સવારે 7:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને 12:35 વાગ્યે રાજકોટ સ્ટેશન પહોંચશે.

ટ્રેન નંબર 59563 રાજકોટ–પોરબંદર પેસેન્જર (અઠવાડિયામાં 5 દિવસ, બુધવાર અને શનિવાર સિવાય) 16.11.2025થી રાજકોટ સ્ટેશનથી બપોરે 14:50 વાગ્યે પ્રસ્થાન કરશે અને 20:30 વાગ્યે પોરબંદર સ્ટેશન પહોંચશે.

ઉપરોક્ત તમામ ટ્રેનો તેમની મુસાફરી દરમિયાન ભક્તિનગર, રિબડા, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, પાનેલી મોટી, જામજોધપુર, બાલવા, કાટકોલા, વાંસજાલિયા અને રાણાવાવ સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande