
જૂનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લામાં મતદાર જાગૃતિ અને ભાગીદારી વધારવાના હેતુસર ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ તા. ૦૧-૦૧-૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (Special Intensive Revision Programme) હાથ ધરવામાં આવ્યો છે.
હાલમાં કાર્યક્રમનો ગણતરી તબક્કો (Enumeration Phase) ચાલી રહ્યો છે, જે કાર્ય સમયસર અને સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદ્રશન હેઠળ મતદાન મથકો પર તા. ૧૫-૧૧-૨૦૨૫, ૧૬-૧૧-૨૦૨૫, ૨૨-૧૧-૨૦૨૫ અને ૨૩-૧૧-૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક સુધી વિશેષ કેમ્પો યોજવામાં આવશે.આ સમય દરમ્યાન સંબંધિત મતદાન મથક પર બૂથ લેવલ ઓફિસર (BLO) હાજર રહેશે, જ્યાં મતદારોને નીચે મુજબની સુવિધા ઉપલબ્ધ રહેશે.
વર્ષ ૨૦૦૨ ની મતદારયાદીમાં પોતાનું નામ તપાસી શકશે. જો પોતાનું અથવા માતા-પિતા/દાદા-દાદીનું નામ મતદારયાદીમાં ન હોય તો કયા પુરાવા જરૂરી રહેશે તે અંગે BLO પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. મતદારો પોતાના વિસ્તારના BLO ને મળેલા EF (Enumeration Form) જમા કરાવી શકશે.
જૂનાગઢ જિલ્લાના તમામ મતદારોને વિનંતી છે કે, તેઓ તા. ૧૫, ૧૬, ૨૨ અને ૨૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ નજીકના મતદાન મથક પર પહોંચી પોતાની વિગતોની તપાસ કરે , જરૂરી સુધારા કરાવે અને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદાર બને.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ