
જુનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : SIR ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ચોકસાઈ જાળવવા અને તેમાં સુધારા વધારા કરવા માટે વખતો વખત હાથ ધરવામાં આવે છે. SIR કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે દરેક લાયક વ્યક્તિનું નામ મતદાર યાદીમાં સામેલ થાય અને ગેરલાયક વ્યક્તિનું નામ મતદારયાદીમાંથી દૂર થાય.
આ કાર્યક્રમ અંતર્ગત બુથ લેવલ ઓફિસર તા.૪/૧૧/૨૦૨૫ થી તા.૪/૧૨/૨૦૨૫ સુધી હાઉસ ટુ હાઉસ ગણતરી ફોર્મ હાલની ૨૦૨૫ ની મતદાર યાદીમાં રહેલ મતદારોના ઘરે મુલાકાત લઈ તેઓને આ ફોર્મ નું વિતરણ કરવાની, ફોર્મ ભરાવવાની તથા ફોર્મ પરત મેળવવાની કામગીરી ચાલુ છે. હાલ જૂનાગઢ જિલ્લામાં બીએલઓ દ્વારા ફુલ ૧૨,૬૩,૬૧૮ એટલેકે ૯૭.૧૮ ટકા મતદારોને ફોર્મનું વિતરણ થઈ ગયું છે.
મતદારોને ચુંટણી પંચ દ્વારા તા. ૪/૧૨/૨૦૨૫ પહેલા ગણતરી ફોર્મ BLO ને આપી દેવા અપીલ કરાઈ છે. જો મતદાર તે જ મતદાર વિભાગનો હોય તો તેઓને ૨૦૦૨ ની મતદારયાદી ની વિગતો સ્થાનિક બુથ લેવલ ઓફિસર પાસેથી મળી રહેશે. જેમાંથી તે માહિતી મેળવી ફોર્મ ભરી શકશે. જો કોઈ અન્ય જિલ્લા કે રાજ્યનો મતદાર હોય તો તે સરકારશ્રીની ઓનલાઈન વેબસાઈટ https://chunavsetu-search.gujarat.gov.in, erms.gujarat.gov.in/search/ અને voters.eci.gov.in પરથી ૨૦૦૨ ની માહિતી મેળવી શકશે. ફોર્મ ભરવામાં કોઈ પ્રશ્ન કે મુંઝવણ હોય તો મતદાર ગણતરી ફોર્મ ઉપર આપવામાં આવેલ BLO ના નંબર ઉપર કોલ કરી શકે છે અથવા voters.eci.gov.in ઉપર Book a call with BLO સુવિધાનો લાભ મેળવી શકે છે તથા ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર કોલ કરી શકે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ