બિહાર ચૂંટણી પરિણામો વચ્ચે શેરબજારમાં નરમાઇ, સેન્સેક્સ 241 પોઈન્ટ ઘટ્યો
નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા રોકાણકારો સાવચેત છે. શુક્રવારે સવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, મત ગણતરી ચાલી રહી હતી તેમ, સેન્સેક્સ અને નિફ્ટી લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા હતા. બજ
શેર બઝાર


નવી દિલ્હી, 14 નવેમ્બર (હિ.સ.) બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામો પહેલા

રોકાણકારો સાવચેત છે. શુક્રવારે સવારે, અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, મત ગણતરી ચાલી

રહી હતી તેમ, સેન્સેક્સ અને

નિફ્ટી લાલ રંગમાં ટ્રેડ કરી રહ્યા હતા. બજારનો ઘટાડો ચાલુ છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 240.61 પોઈન્ટ એટલેકે 0.28 ટકા ઘટીને 84,238.06 પર પહોંચી ગયો.

તેવી જ રીતે, નેશનલ સ્ટોક

એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 106.40 પોઈન્ટ એટલેકે 0.41 ટકા ઘટીને 25,772.75 પર પહોંચી ગયો.

શેરબજારના નિષ્ણાતો કહે છે કે, ચૂંટણી પરિણામોમાં સ્પષ્ટતા

આવતાં બજારનો ટ્રેન્ડ બદલાશે તેવી શક્યતા છે. પરિણામો જાહેર થયા પછી જ બજાર સ્પષ્ટ

દિશા બતાવશે.વર્તમાન

ટ્રેન્ડના આધારે, રોકાણકારો સાવધ

રહી રહ્યા છે.

નોંધનીય છે કે, બીએસઈ સેન્સેક્સ 12.16 પોઈન્ટ એટલેકે ૦.૦14%

ના નજીવા વધારા સાથે 84,478.67 પર બંધ

થયો હતો,જે અગાઉના દિવસે

અસ્થિર ટ્રેડિંગ વચ્ચે હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 3.૩5 પોઈન્ટ એટલેકે ૦.૦13%

વધીને 25,879.15 પર બંધ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande