અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે પથ્થરમારો, 5ની અટકાયત
અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે પથ્થરમારો, 5ની અટકાયત કરવામાં આવી છે. જુહાપુરા વિસ્તારમાં યુવતીની છેડતી બાબતે ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. બંને જૂથના લોકો હાથમા
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે પથ્થરમારો, 5ની અટકાયત


અમદાવાદ, 14 નવેમ્બર (હિ.સ.) અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે યુવતીની છેડતી બાબતે પથ્થરમારો, 5ની અટકાયત કરવામાં આવી છે.

જુહાપુરા વિસ્તારમાં યુવતીની છેડતી બાબતે ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. બંને જૂથના લોકો હાથમાં લાકડી અને હથિયારો લઈ આમને સામને આવી ગયા હતા. જ્યારે બંને પક્ષો તરફથી બે લોકોએ એકબીજાને રિવોલ્વર દેખાડી ધમકી પણ આપી હતી. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. વેજલપુર પોલીસને ઘટનાની જાણ થતાં તાત્કાલિક સર્ચ ઓપરેશન હાથ ધરી 5 લોકોને હથિયારો સાથે ઝડપી પાડ્યા હતા. જે બાદ પોલીસે બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, જુહાપુરા વિસ્તારમાં ફતેવાડી પાસે નૂરે મસ્જિદની ગલીમાં આવેલી સોસાયટીમાં રાત્રિના સમયે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના બની હતી. બે મહિના પહેલા યુવતીની છેડતી મામલે થયેલા ઝઘડાને લઈને ઠપકો આપવા બાબતે બોલાચાલી થઈ હતી. જેમાં ઇમરાન ભરામણી અને કુરબાન બબાણી સહિતના 10થી 15 લોકોનું ટોળું આમને સામને આવી ગયું હતું અને એકબીજાના ઘર તરફ પથ્થરમારો કર્યો હતો. બંને પક્ષે સામ સામે લાકડીઓ લઈ અને મારામારી તેમજ ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. દરમિયાનમાં બંને પક્ષે તરફથી રિવોલ્વર કાઢીને એકબીજાને બતાવી ડરાવવામાં પણ આવ્યા હતા.

ઘટના અંગે વેજલપુર પોલીસને જાણ થતા પીઆઇ સહિતનો કાફલો ઘટનાસ્થળ ઉપર પહોંચી ગયો હતો. પોલીસ આવતાની સાથે ટોળું વિખરાઈ ગયું હતું.

બંને જૂથના લોકો દ્વારા એકબીજા ઉપર પથ્થરમારો કરવાની ઘટના બની હતી જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. ઘટનાના પગલે પોલીસ દ્વારા તરત જ બંને પક્ષના ઘરમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. પોલીસે પાંચથી વધુ લોકોની અટકાયત કરી લીધી હતી.

ઘરમાં તપાસ કરતાં પોલીસને લાકડીઓ જેવા હથિયાર મળી આવતા તમામ હથિયાર પોલીસે કબજે કરી લીધા હતા. યુવતીના છેડતીના ઠપકા બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ ઘટના બાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. બંને પક્ષ દ્વારા સામસામે રિવોલ્વર બતાવી હોવાને લઈને પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande