હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમા પરીક્ષાઓમાં કડક ચકાસણી, ત્રણ દિવસમાં 44 કોપી કેસ
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજો અને વિભાગોમાં 11 નવેમ્બર, 2025થી ઑક્ટોબર–ડિસેમ્બર 2025ની પ્રથમ રાઉન્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. ગેરરીતિઓ રોકવા યુનિવર્સિટી તંત્રે કડક પગલાં લીધા છે અને શરૂઆતના ત્રણ દિવસ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમા પરીક્ષાઓમાં કડક ચકાસણી, ત્રણ દિવસમા 44 કોપી કેસ


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજો અને વિભાગોમાં 11 નવેમ્બર, 2025થી ઑક્ટોબર–ડિસેમ્બર 2025ની પ્રથમ રાઉન્ડની પરીક્ષાઓ શરૂ થઈ છે. ગેરરીતિઓ રોકવા યુનિવર્સિટી તંત્રે કડક પગલાં લીધા છે અને શરૂઆતના ત્રણ દિવસમાં ફ્લાઇંગ સ્કવોડની તપાસ દરમિયાન કુલ 44 કોપી કેસ નોંધાયા છે. આ પરીક્ષાઓમાં ગ્રેજ્યુએટ સ્તરના સેમેસ્ટર 5 અને પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરના સેમેસ્ટર 3ના 34 કોર્સ સામેલ છે. અગાઉ માસ કોપી અને સીસીટીવી બંધ જેવી ફરિયાદો બાદ યુનિવર્સિટીના કુલપતિએ આ વખત પ્રથમવાર તમામ મંજૂર કેન્દ્રોમાં સ્પેશિયલ ટીમો દ્વારા નિયમોની ચકાસણી કરાવી હતી અને તેના રિપોર્ટ પણ તૈયાર થયા હતા.

ગેરરીતિ અટકાવવા માટે 225 ઓબ્ઝર્વર અને દરેક જિલ્લામાં 2 ફ્લાઇંગ સ્કવોડ સહિત કુલ 10 ફ્લાઇંગ સ્કવોડની રચના કરવામાં આવી હતી. 11 નવેમ્બરે કુલ 28 કોપી કેસ નોંધાયા, જેમાં મમાણા, એટા, ધાનેરા, પાલનપુર, ખાનપુર, વડગામ અને ડીસાની કોલેજોમાં સેમેસ્ટર 5 અને 3ના વિવિધ વિષયોમાં કોપી કેસ ઝડપાયા. 12 નવેમ્બર, 2025ના રોજ 19 કોપી કેસ નોંધાયા હતા. 13 નવેમ્બરે કુલ 15 કોપી કેસ મળી આવ્યા, જેમાં જસરા, લાખણી, પાલનપુર, કાંટ, ડીસા, વડગામ, દિયોદર અને અન્ય કોલેજોમાં બીએ, એમએ, એમકોમ અને એલએલબી સેમેસ્ટર પરીક્ષાઓ દરમ્યાન ગેરરીતિઓ બહાર આવી હતી. બીજી બાજુ, થરાદ, વાવ, ખોરડા, ડીસા, લીંબોઇ, અંબાજી, લાવા, દિયોદર અને થરા સહિતના અનેક કેન્દ્રોમાં સારા સંચાલન સાથે એકપણ કોપી કેસ નોંધાયો નહોતો. કુલપતિના કડક નિર્દેશો પછી ઘણી કોલેજોમાં ગેરરીતિઓ પર સંપૂર્ણ નિયંત્રણ જોવા મળ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande