કોડીનાર પીએમ નવોદય વિદ્યાલયમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ ટ્રેનિંગ કેમ્પ યોજાયો
ગીર સોમનાથ, 14 નવેમ્બર (હિ.સ.) : સુરક્ષા સેતુ સોસાયટી કોડીનાર દ્વારા પીએમ જવાહર નવોદય વિદ્યાલયના પટાંગણમાં સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ ટ્રેનિંગ બિન નિવાસી કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં spc તાલીમાર્થીઓને શિષ્ટ દેશભક્તિ અને સામાજિક જવાબદારી સંબ
કોડીનાર પીએમ નવોદય વિદ્યાલયમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટ ટ્રેનિંગ કેમ્પ યોજાયો


ગીર સોમનાથ, 14 નવેમ્બર (હિ.સ.) : સુરક્ષા સેતુ સોસાયટી કોડીનાર દ્વારા પીએમ જવાહર નવોદય વિદ્યાલયના પટાંગણમાં સ્ટુડન્ટ પોલીસ ક્રેડેટ ટ્રેનિંગ બિન નિવાસી કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં spc તાલીમાર્થીઓને શિષ્ટ દેશભક્તિ અને સામાજિક જવાબદારી સંબંધિત માહિતી અને સુરક્ષા સેતુ સોસાયટી એટલે ગુજરાતમાં પોલીસ અને નાગરિકો વચ્ચે એક સંવાદ­સેતુ તરીકે કાર્યરત સંસ્થા છે. વિવિધ માહિતીથી માહિતગાર કર્યા તેમજ સુરક્ષા સેતુ યોજના વિશે માહિતગાર કર્યા. આ તકે કોડીનાર પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.કે. વણારકા SPC ના D.I. વનિતાબેન.વી. જાદવ તથા કોડીનાર પોલીસ સ્ટાફ. પીએમ જવાહર નવોદય સ્કૂલના પ્રિન્સિપાલ એચ.વી. પાટીલ સર તથા કોડીનાર કોર્ટેના પીએલવી પ્રકાશ મકવાણા CPO લતા મેડમ વગેરે સ્ટાફ હાજર રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande