
જુનાગઢ, 14 નવેમ્બર (હિ.સ.) : કેશોદ કે. એ વણપરિયા કન્યા વિનય મંદિરની વિદ્યાર્થીનીઓએ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો. જેમાં રસ્સાખેંચ સ્પર્ધામાં અન્ડર 17 અને અન્ડર 19 એમ બંને ટીમે પ્રથમ સ્થાન હાંસલ કરતાં શાળા તેમજ સંસ્થાનું ગૌરવ વધારેલ છે. આ સફળતા બદલ ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારે ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. હવે જીલ્લા કક્ષાએ આ ટીમ શાળાનું નેતૃત્વ કરી સફળતાં પ્રાપ્ત કરે તે માટે ટીમ લીડર રાજીલ પટેલ સહિતના સ્ટાફે શુભેચ્છા પાઠવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ