

પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) ભારતના મહાન જનનાયક અને સ્વાતંત્ર્ય સેનાની ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિને અવસર બનાવી કેન્દ્ર સરકારે “જનજાતિય ગૌરવ વર્ષ”ની ઉજવણી જાહેર કરી છે. આ નિમિત્તે પાટણ જિલ્લામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેન્વેન્શન હોલ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની અધ્યક્ષતા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરે કરી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.સમારોહ દરમિયાન સરકારી યોજનાઓના લાભાર્થીઓને ચેક વિતરણ કરવામાં આવ્યું અને ઉત્કૃષ્ટ સેવા આપનાર વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિનો રંગ ઘોળતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ થયા.
બળવંતસિંહ રાજપૂતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરસા મુંડાના વિચારોને જનમાનસ સુધી પહોંચાડવા વિશેષ કાર્યક્રમો શરૂ કર્યા છે. તેમની 150મી જન્મજયંતિની ઉજવણી યુવાનોને પ્રેરણા આપતી અને બિરસા મુંડાના બલિદાનને યાદ કરાવતી બની છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ