
શ્રીનગર, નવી દિલ્હી,14 નવેમ્બર (હિ.સ.)
સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં દિલ્હી વિસ્ફોટમાં સામેલ
વિસ્ફોટકો ભરેલી કારના ડ્રાઇવર ડૉ. ઉમર ઉન નબીના ઘરને તોડી પાડ્યું છે. વિસ્ફોટ
સ્થળેથી એકત્રિત કરાયેલા ડીએનએ નમૂનાઓની સરખામણી ડૉ. ઉમરની માતાના નમૂનાઓ સાથે
કરવામાં આવી હતી, જેનાથી તેમની
ઓળખની પુષ્ટિ થઈ હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આ કાર્યવાહી ગુરુવાર અને
શુક્રવાર રાત્રે થઈ હતી. સોમવારે રાત્રે લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ
વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા
હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. ઉમર વિસ્ફોટકોથી ભરેલી i20 કાર ચલાવી રહ્યો
હતો. વિસ્ફોટ સ્થળેથી એકત્રિત કરાયેલા ડીએનએ નમૂનાઓની સરખામણી
ડૉ. ઉમરની માતાના નમૂનાઓ સાથે કરવામાં આવી હતી.જેનાથી તેની
ઓળખની પુષ્ટિ થઈ હતી. ઉમર નબી તેના સમુદાયમાં, શૈક્ષણિક રીતે કુશળ વ્યાવસાયિક
તરીકે જાણીતો હતો, પરંતુ છેલ્લા બે વર્ષમાં તે કટ્ટરપંથી બની ગયો હતો. તપાસમાં
જાણવા મળ્યું કે, તે પછીથી ઘણા કટ્ટરપંથી જૂથોમાં જોડાયો હતો.”
તાજેતરના સીસીટીવી ફૂટેજમાં 1૦ નવેમ્બરની વહેલી સવારે,
હરિયાણાના નૂહ જિલ્લામાં સ્થિત ફિરોઝપુર ઝીર્કાના મેવાત ટોલ પર ડૉ. ઉમર ઉન નબી કેદ
થયા હતા. અગાઉના સીસીટીવી ફૂટેજમાં ડૉ. ઉમર ઉન નબી i20 કારમાં બદરપુર સરહદ દ્વારા, રાષ્ટ્રીય
રાજધાનીમાં પ્રવેશતા દેખાતા હતા. માસ્ક પહેરેલો હોવા છતાં, વીડિયોમાં તેમનો
ચહેરો સ્પષ્ટ દેખાતો હતો,
જે તેની ઓળખની
પુષ્ટિ કરે છે. કારની પાછળની સીટ પર એક મોટી બેગ દેખાતી હતી. ટોલ ટેક્સ ભરતી વખતે, ડૉ. ઉમરે વારંવાર
સીસીટીવી કેમેરા તરફ જોયું,
જે સૂચવે છે કે
તેમને ખબર હતી કે, તેના પર નજર રાખવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર/બલવાન
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ