બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના 470 વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું
પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના 470 વિદ્યાર્થીઓને 13 નવેમ્બર, 2025ના રોજ તિથિ ભોજન આપવામાં આવ્યું. આ ભોજનમાં બુંદી, પૂરી અને શાક પીરસવામાં આવ્યું હતું. ભોજન શરૂ કરતાં પહેલાં તમામ બાળકોે ''ૐ સહનાવવતુ…'
બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના 470 વિદ્યાર્થીઓને તિથિ ભોજન આપવામાં આવ્યું


પાટણ, 14 નવેમ્બર (હિ.સ.) બોમ્બે મેટલ પ્રાથમિક શાળાના બાલમંદિરથી ધોરણ 8 સુધીના 470 વિદ્યાર્થીઓને 13 નવેમ્બર, 2025ના રોજ તિથિ ભોજન આપવામાં આવ્યું. આ ભોજનમાં બુંદી, પૂરી અને શાક પીરસવામાં આવ્યું હતું. ભોજન શરૂ કરતાં પહેલાં તમામ બાળકોે 'ૐ સહનાવવતુ…' પ્રાર્થના કરી હતી.

તિથિ ભોજન સ્વર્ગસ્થ ઝાલા કૃપાલી શૈલેન્દ્ર સિંહ અને તેજસ્વિનીબા શૈલેન્દ્ર સિંહના નાના સ્વર્ગસ્થ દરબાર દિવાનસિંહ ગુલાબસિંહના સ્મરણમાં આયોજિત હતું. તેમના પરિવારજનો, ખાસ કરીને વાલી નર્મદાબા દિવાનસિંહ દરબાર દ્વારા શાળાના તમામ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભોજનના અંતે માતા અન્નપૂર્ણાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને સ્વર્ગસ્થ દિવાનસિંહ ગુલાબસિંહ માટે મૌન પાળવામાં આવ્યું.

દાતાઓ અને તેમના પરિવારજનો હાજર રહી બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવ્યા અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભાશિષ પાઠવ્યા. શાળાના તમામ બાળકોોએ ઉત્સાહપૂર્વક અને શાંતિથી આ સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણ્યો. શાળા પરિવારે તિથિ ભોજનના દાતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ મદદની ખાતરી મેળવી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande