
સુરત, 14 નવેમ્બર (હિ.સ.) : રાજ્યભરમાં ભગવાન બિરસા
મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રનિર્માણમાં આદિજાતિ સમાજના
ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીના ભાગરૂપે સુરત
જિલ્લામાં માંડવી, મહુવા અને માંગરોળ ખાતે તા.૧૫મી નવેમ્બર-જનજાતીય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં
આવશે.
તા.15મીએ બપોરે 2.00 વાગ્યે
યોજાનાર આ કાર્યક્રમોમાં માંડવી નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે અન્ન અને નાગરિક પૂરવઠા
મંત્રી રમણભાઈ સોલંકી, મહુવામાં તુલસી કોમ્પલેક્ષ સામેના ક્રિકેટ મેદાન ખાતે શહેરી
વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા અને માંગરોળમાં
એપીએમસી સેન્ટર, મોસાલી ચોકડી
ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવશે.
સ્થાનિક ધારાસભ્યો અને પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ બંધુઓ ઉપસ્થિત
રહેશે. ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણીની સાથોસાથ સેવાસેતુ, મેડિકલ કેમ્પ, આદિજાતિના વિશિષ્ટ પ્રતિભાવાન નાગરિકોનું
સન્માન અને વિદ્યાર્થીઓ, વિવિધ રમતગમત સ્પર્ધાઓના વિજેતાઓનું સન્માન કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે