માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો
પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના માધવપુરની ભૂમિ રણભભૂમિ બની હતી આર્મી, નેવી અને એરફોર્સના સંયુકત ઉપક્રેમ ઓપેરશન ત્રિશુલ અર્તગત યુધ્ધ અભ્યાસનુ આયોજન કરવામા આવ્યુ હતુ. મા ભોમની રક્ષા કરતી ત્રણેય પાંખ દ્રારા દુશ્મનોને મુહતોડ જવાબ આપવા માટે કેટલ
માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો.


માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો.


માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો.


માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો.


માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો.


માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો.


માધવપુર બીચ ખાતે સૈના દ્વારા યુદ્ધ અભ્યાસ યોજાયો.


પોરબંદર, 14 નવેમ્બર (હિ.સ.) : પોરબંદરના માધવપુરની ભૂમિ રણભભૂમિ બની હતી આર્મી, નેવી અને એરફોર્સના સંયુકત ઉપક્રેમ ઓપેરશન ત્રિશુલ અર્તગત યુધ્ધ અભ્યાસનુ આયોજન કરવામા આવ્યુ હતુ. મા ભોમની રક્ષા કરતી ત્રણેય પાંખ દ્રારા દુશ્મનોને મુહતોડ જવાબ આપવા માટે કેટલી સક્ષમ છે તેનો પરિચય આપ્યો હતો.

પોરબંદરના માધવુપર ખાતે ત્રિશૂલ કવાયત (TSE-2025) ભારતીય નૌકાદળ દ્વારા નવેમ્બર 2025 ની શરૂઆતમાં ભારતીય સેના અને ભારતીય વાયુસેના સાથે સંયુક્ત રીતે મુખ્ય સેવા તરીકે “ત્રિશૂલ”નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમનુ નેતૃત્વ ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકાદળ કમાન્ડ, ભારતીય સેનાના દક્ષિણ કમાન્ડ અને ભારતીય વાયુસેનાના દક્ષિણ પશ્ચિમી હવાઈ કમાન્ડ દ્વારા મુખ્ય ભાગ લેનારા ફોર્મેશન તરીકે કરવામાં આવ્યું હતું.માધવપુર ખાતે નેવીના યુધ્ધ જહોજો તેમજ ઈન્ટરસેપ્ટર બોટ તેમજ તેમજ આર્મીની ટેન્ક અને એરક્રાફટ ઉપરાંત એરફોર્સના મીગ-29,જગુઆર અને સુખોઈની મદદથી આ યુધ્ધ અભ્યાસ કરવામા આવ્યો હતો જેમા સ્વદેશી બનાવટના શસ્ત્રોનો પણ ઉપાયોગ કરવામા આવ્યો હતો અર્મીના ઉચ્ચ અધિકારી ધીરજ શેઠ એ પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ કે આ કવાયતમાં રાજસ્થાન અને ગુજરાતના ખાડી અને રણ ક્ષેત્રોમાં મોટા પાયે કામગીરી અને ઉત્તર અરબી સમુદ્રમાં ઉભયજીવી કામગીરી સહિત દરિયાઈ ક્ષેત્રનો સમાવેશ થતો હતો. ભારતીય કોસ્ટ ગાર્ડ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓએ પણ આ કવાયતમાં ભાગ લીધો હતો, જેમાં આંતર-એજન્સી સંકલન અને સંકલિત કામગીરીને મજબૂત બનાવવામાં આવી હતી.

કવાયતને લઈ એરફોર્સના અધિકારીએ નાગેશ કપુરે એજુ જણાવ્યુ હતુ કે આ યુધ્ધ અભ્યાસ એક દિવસનો નથી આર્મી, નેવી અને એરફોર્સ તથા કોસ્ટગાર્ડ તેમજ બી.એસ એફ સાથે મળી અને પ્લાન તૈયાર કર્યો હતો તે પછી યુધ્ધ અભ્યાસ એનલીસી કરી અને તેમા રહેલી ત્રુટીઓ પણ શોધવામા આવે છે.અને આત્મ વિશ્વાસમા વધારો થાય છે. ગમે તેવી કપરી પરિસ્થિતમા પણ દુશ્મોને જવાબ આપી શકીએ છીએ. યુધ્ધ અભ્યાસને લઈ નવીના અધિકારી કૃષ્ના સ્વામીનાથને યુધ્ધ અભ્યાસને લઇ આર્મી અને એરફોર્સનો આભાર વ્યકત કર્યો હતો અને એવુ જણાવ્યુ હતુ કે ત્રેણયે પાંખોની સામુહિક કવાયત છે .જે આપણી શકિતનુ પ્રતિક છે. સમયાંતરે આ પ્રકારની એકસરસાઈ કરવાથી સેના વધુ મજુબત બને છે. ઈન્ડીયન નેવીની વાત કરીએ તો 25 યુધ્ધ જહાજો ભારતના દરિયામા શ્રેષ્ઠ રીતે રક્ષણ કરે છે. અને કોઈ પણ પ્રકારના પડકોરોનો સામનો કરવા માટે તૈયાર છે.ભારત માતાની રક્ષા માટે સતત તૈનાત આર્મી, નેવી અને એરફોર્સ દ્રારા આયોજીત યુધ્ધ અભ્યાસ દિલધડક રહ્યો હતો દુશ્મનોને કઈ રીતે મહાત કરે છે. તેનુ નિર્દશન નિહાળી સૌકોઈ ગર્વની લાગણી અનુભવી હતી. નેવી એનસીસીના સ્ટુન્ડે એવુ જણાવ્યુ હતુ કે યુધ્ધ અભ્યાસને નિહાળીને દેશની ત્રણેય ફોર્સ પ્રત્યે ગર્વની લાગણી અનુભવી હતી નેવી એનસીસીને કેડેટે ફોર્સમા જોડવાની નેમ વ્યકત કરી હતી. માધવપુરની ભૂમિ પર આજે દેશની ત્રેણેય પાંખોની કવાયત લઈને ભારે રોમાંચ જોવા મળ્યો હતો દેશના દરેક સીમાડાની સુરક્ષા કરતા જવાનો અને શસ્ત્રોની તાકાતથી સૌ કોઈએ ગર્વની લાગણી અનુભવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande