સોમનાથમાં કાલભૈરવ જયંતિ નિમિતે ધાર્મિક ઉપાસના, પૂજન તથા યજ્ઞનું આયોજન કરાયું
ગીર સોમનાથ, 14 નવેમ્બર (હિ.સ.) : સોમનાથ પ્રભાસ પાટણમાં કાલભૈરવ જયંતિની ઉજવણી ધાર્મિક ઉપાસના અને પૂજન તથા યજ્ઞથી કરાઇ. પ્રભાસ પાટણના પાટચકલા ખાતે આવેલ પ્રાચીન કાળભૈરવ સ્થાને સવારથી જ દર્શનાર્થી ઉમટ્યા હતા. અને સાંજે ૪ વાગ્યાથી હોમાત્મક લઘુરુદ્ર યોજા
સોમનાથ પ્રભાસ પાટણમાં


ગીર સોમનાથ, 14 નવેમ્બર (હિ.સ.) : સોમનાથ પ્રભાસ પાટણમાં કાલભૈરવ જયંતિની ઉજવણી ધાર્મિક ઉપાસના અને પૂજન તથા યજ્ઞથી કરાઇ. પ્રભાસ પાટણના પાટચકલા ખાતે આવેલ પ્રાચીન કાળભૈરવ સ્થાને સવારથી જ દર્શનાર્થી ઉમટ્યા હતા. અને સાંજે ૪ વાગ્યાથી હોમાત્મક લઘુરુદ્ર યોજાયો હતો. જેમાં ૧૪ થી ૧૫ પંડિતોએ વેદમંત્રોચ્ચાર સાથે યજ્ઞવિધિ કરાવી હતી. છેલ્લા ૫૦ વર્ષથી યજમાનપદે પ્રભાસ પાટણના સોમપુરા બ્રહ્મ સમાજના શિરીષ રમણીકભાઈ પ્રચ્છક સેવાઓ આપી રહ્યા છે.

સોમપુરા બ્રાહ્મણ સમાજના પંડિત ચેતન દવેએ જણાવ્યું કે, ભૈરવ અષ્ટમીના આજના પાવનકારી દિવસે ભગવાન સોમનાથ અને ભગવાન કાળભૈરવ વિશ્વના બધા જ જીવાત્માઓનું કલ્યાણ કરે તેવી પ્રાર્થના કરવામાં આવી અને અહીં યજ્ઞકાર્યમાં સૌ ભૂદેવો ધાર્મિક ભાવે તથા કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર સેવાઓ આપે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande