કેજરીવાલની સભામાં ગયેલા દલિત વ્યક્તિને ભાજપ નેતાની ગાળો બાદ ઈસુદાન ગઢવીનો ભાજપ પર તીખો પ્રહાર
અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગરના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયત દરમિયાન બનેલી એક ઘટનાએ રાજ્યના રાજકારણમાં ચકચાર મચાવી છે. આ સભામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના ને
કેજરીવાલની સભામાં ગયેલા દલિત વ્યક્તિને ભાજપ નેતાની ગાળો બાદ ઈસુદાન ગઢવીનો ભાજપ પર તીખો પ્રહાર


અમરેલી, 2 નવેમ્બર (હિ.સ.) : સુરેન્દ્રનગરના સુદામડા ગામે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા યોજાયેલી કિસાન મહાપંચાયત દરમિયાન બનેલી એક ઘટનાએ રાજ્યના રાજકારણમાં ચકચાર મચાવી છે. આ સભામાં આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સુરેન્દ્રનગર અને આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સભામાં હાજરી આપવા ગયેલા દલિત સમાજના એક વ્યક્તિને અમરેલી જિલ્લાના ભાજપ તાલુકા પંચાયતના નેતાએ બેફામ ગાળો ભાંડી હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો અને માહિતી બહાર આવતા જ આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ ભાજપ વિરુદ્ધ તીખો પ્રહાર કર્યો હતો.

ઈસુદાન ગઢવીએ જણાવ્યું કે, “એક દલિત સમાજના ભાઈને ભાજપના નેતાએ બેફામ ગાળો બોલી છે, જે સાંભળી રૂવાંટા ઊભા થઈ જાય તેવી વાત છે. આ માત્ર એક વ્યક્તિનો નહીં પરંતુ સમગ્ર દલિત સમાજનો અપમાન છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, AAP આ મુદ્દે અલગ અલગ જિલ્લાઓમાં પોલીસ ફરિયાદ કરશે અને ન્યાય માટે લડત ચાલુ રાખશે.

તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું કે ભાજપની માનસિકતા દલિત, આદિવાસી અને ખેડૂતો વિરુદ્ધ છે. ખેડૂતોના પ્રશ્નો પર ભાજપના નેતાઓ મૌન છે, અને તેઓમાં અહંકાર અને અત્યાચારની વૃત્તિ વધી રહી છે. ઈસુદાન ગઢવીએ તીવ્ર શબ્દોમાં કહ્યું કે, “રાવણ જેવી માનસિકતા ધરાવતી ભાજપને હવે ગુજરાતની જનતા સહન નહીં કરે. દલિતો અને ખેડૂતો પરના અપમાનનો જવાબ જનતા ચૂંટણીમાં આપશે.”

આ ઘટનાએ રાજ્યમાં રાજકીય તાપમાન વધાર્યું છે અને ભાજપની આંતરિક પ્રતિક્રિયા શું હશે તે હવે જોવાનું રહ્યું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande