
પાટણ, 2 નવેમ્બર (હિ.સ.) : પાટણ શહેરના ચતુર્ભુજબાગ નજીક આવેલી વિપુલ જ્વેલર્સમાંથી એક અજાણી સ્ત્રી અને પુરુષે ખરીદીના બહાને 48 હજાર રૂપિયાની કિંમતની સોનાની વીંટીની ચોરી કરી હતી. દુકાન માલિક નિકુંજભાઈ અમૃતભાઈ પ્રજાપતિએ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ઘટના અનુસાર, 7 ઓક્ટોબર, 2025ના રોજ સાંજના સમયે દંપતી ગિફ્ટ આપવા માટે વીંટી ખરીદવાના બહાને દુકાનમાં આવ્યા હતા.
દુકાનદારે તેમને અનેક વીંટીઓ બતાવી હતી અને લગભગ અડધો કલાક સુધી તેઓ દુકાનમાં રોકાયા હતા. બાદમાં ફોટો મોકલીને તેવી જ વીંટી બનાવવાનું કહીને દુકાનમાંથી નીકળી ગયા હતા.
પછી દુકાનદારે દાગીનાનો સ્ટોક તપાસતા એક વીંટી ઓછી હોવાનું જણાયું. સીસીટીવી ફૂટેજમાં પુરુષે વીંટીઓ જોતી વખતે એક સોનાની વીંટી ખિસ્સામાં મૂક્તો સ્પષ્ટ દેખાય છે. ચોરાયેલી વીંટીનું વજન 3.540 ગ્રામ અને કિંમત આશરે 48 હજાર રૂપિયા છે. દુકાનદારે પોતાની તપાસ બાદ કોઈ પત્તો ન મળતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ