
અમરેલી2 નવેમ્બર (હિ.સ.) અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ સાથે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. માહિતી મુજબ, તાલુકા પ્રમુખ દ્વારા એક વ્યક્તિ સાથે અપમાનજનક અને અભદ્ર શબ્દો વાપરી ધમકી આપવામાં આવી હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
આ ઘટનાથી ભાજપના સ્થાનિક કાર્યકરો તેમજ તાલુકા સ્તરે રાજકીય તણાવનું વાતાવરણ સર્જાયું છે. અરજદારનું કહેવું છે કે તાલુકા પ્રમુખે વ્યક્તિગત વિવાદ દરમિયાન અયોગ્ય ભાષાનો ઉપયોગ કરીને તેમની માનહાનિ કરી હતી તથા ધમકી આપી હતી, જેના કારણે તેઓએ કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને અરજી સોંપી છે.
પોલીસે અરજી સ્વીકારી ઘટનાની પ્રાથમિક તપાસ શરૂ કરી છે. હાલ આ મામલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ છે. અરજદાર દ્વારા આરોપ લગાવવામાં આવ્યા બાદ તાલુકા પ્રમુખની તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. તપાસના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે તેવી માહિતી મળી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai