સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે આવ્યા વિદેશી પક્ષીઓ
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે આવ્યા વિદેશી પક્ષીઓના ઝુંડ. સોમનાથના મહેમાન બનેલા પક્ષીઓ પ્રવાસીઓ અને યાત્રિકોનું બન્યા આકર્ષણ અને પક્ષીઓ નિહાળી અને મોબાઈલ કેમેરામાં કંડારી યાત્રિકો પ્રસન્નતા અનુભવી રહ્યા છે. પંછી..
સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે


ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : સોમનાથના પવિત્ર ત્રિવેણી સંગમે આવ્યા વિદેશી પક્ષીઓના ઝુંડ. સોમનાથના મહેમાન બનેલા પક્ષીઓ પ્રવાસીઓ અને યાત્રિકોનું બન્યા આકર્ષણ અને પક્ષીઓ નિહાળી અને મોબાઈલ કેમેરામાં કંડારી યાત્રિકો પ્રસન્નતા અનુભવી રહ્યા છે.

પંછી... નદીયાં... પવન કે ઝોકે કોઈ સરહદ ઈને ના રોકે

મોંઘેરા એ મહેમાનો યારે કે જળ સપાટી ઉપર તરતા ક્યારેક આકાશ ઉડતા તો કક્યારેક ત્રિવેણીઘાટ ઉપર યાત્રિકો-પ્રવાસીઓ વચ્ચે જતાં, આ વિદેશી પક્ષીઓ સોમનાથ તીર્થ પ્રવાસીઓમાં આકર્ષણ રૂપ બન્યા છે. યાત્રિકો આ પક્ષીઓ સાથે કે તેના નયનરમ્ય દ્રશ્યોને પોતાના મોબાઈલોમાં કલીક કરી યાત્રા સંભારણું સુખદ બનાવે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande