
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : કોડીનાર પંથકમાં છેલ્લા 7 દિવસ થી કમોસમી વરસાદ એ માજા મુકી છે, ત્યારે ખેડૂતો ને 100% સંપૂર્ણ નુકસાન થયું છે ત્યારે મિતીયાજ ગામના સર્વેની કામગીરી ચાલું છે તેમાં જે ખેડૂતો ને મગફળી સોયાબીનના પાથરા પલળી ગયા હોય તેમજ પાક ઉભો હોય તેવા ખેડૂતો નું સર્વે થતાં ખેડૂતો મા નિરાશા વ્યાપી છે.
મિતીયાજ ગામના યુવા સરપંચ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી કોડીનાર, કૃષિ મંત્રી, જીલ્લા ખેતીવાડી અધિકારી, મામલતદાર સાહેબ કોડીનાર ને રજૂઆત કરી છે કે મિતીયાજ ગામના તમામ ખેડૂતો ને પાક નુકશાની થયુ છે તેમજ અગાઉ 25 દિવસ પહેલા જે કમોસમી વરસાદ થયો છે ત્યારે પણ ખેડૂતો ને મોટું નુક્સાન થયું છે, તેમજ ઘાસચારા નું મોટું નુક્સાન થયું તેવા તમામ ખેડૂતો ને પાક સહાય પેકેજ મા સમાવેશ કરવામાં આવે તેમજ ખેડૂતો ને સહાય પેકેજ મા 2 હેક્ટર ની મર્યાદા મા સહાય આપવી અને એક ગૂઠા દીઠ 200 રૂપિયા આપવાની જાહેરાત કરી છે ત્યારે સરપંચ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ 2 હેક્ટર ની મર્યાદા તેમજ એક ગૂઠા દીઠ 1000 હજાર રૂપિયા ની સહાય ચુકવવા માંગ કરી છે તેમજ મિતીયાજ ગામમાં કમોસમી વરસાદને કારણે ગરીબ મધ્યમ વર્ગના લોકોના કાચા મકાનો તેમજ પાણી ભરાયા હોય તેવા લોકોનું તાત્કાલિક ધોરણે સર્વે કરી સહાય ચુકવવા આવે તેવી માંગ મિતીયાજ ગામના યુવા સરપંચ ખેડૂત આગેવાન સુરપાલસિહ બારડ એ કરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ