ફરીદાબાદ (હરીયાણા) સાયબર ક્રાઇમ પોસ્ટેના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં સાયબર ફોર્ડના આરોપીને પકડી પાડવા સુચન
ફરીદાબાદ (હરીયાણા) સાયબર ક્રાઇમ પોસ્ટેના ગુનામા નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં સાયબર ફોર્ડના આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને

ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા ની સુચના તેમજ માર્ગદર્શન મુજબ તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.જે.એન.ગઢવી સાહેબ ની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ ડી.બી.ગાધે તથા એ.એસ.આઇ આર.પી.ડોડીયા તથા પો.હેડ.કોન્સ જી.પી.મારૂ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ પરમારએ રીતેના પોલીસ સ્ટાફના માણસો તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા. તે દરમ્યાન હયુમન સોર્સ તથા ટેકનીકલ એનાલીસીસ ના આધારે હરીયાણા રાજયના ફરીદાબાદ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ગુ.ર.નં-૦૨૫૧/૨૦૨૫ B.N.S કલમ ૩૧૮(૪) ના સાયબર ફોર્ડના આરોપી શુભમ દામજીભાઇ કાનાણી રહે.સુરત હાલ.આકોલવાડી વાળાને પકડી કાયદેસર કાર્યવાહી કરી હરીયાણા પોલીસ ને સોંપવામા આવેલ છે.

આ કામગીરી તાલાલા પોલીસ સ્ટેશન

પો.ઇન્સ જે.એન.ગઢવી સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ કોન્સ.ડી.બી.ગાધે.તથા એ.એસ.આઈ.આર.પી.ડોડીયા તથા એ.એચ.પરમાર તથા પો.હેડ કોન્સ જી.પી.મારૂ તથા પો.કોન્સ સંજયભાઇ વાળા તથા સિધ્ધરાજસિંહ જે. પરમાર કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande