
જૂનાગઢ, 2 નવેમ્બર (હિ.સ.) : જૂનાગઢમાં ઉપલા દાતારે ભાવિકોની ભારે ભીડ પરિક્રમા કરવા પધારેલા ભાવિકો દાતાર જઈ ચડ્યા હતા.
જુનાગઢ ઉપલા દાતાર ની ધાર્મિક જગ્યા ખાતે પરિક્રમા મોકૂફ રખાય છે, ત્યારે યાત્રિકો ઉપલા દાતાર બાપુના દર્શન કરવા ઉમટી પડ્યા છે.
આજરોજ બહોળી સંખ્યામાં દાતારના દરબારમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી હતી. જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા પધારેલા તમામ યાત્રિકો માટે સુંદર મજાની ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ઊભી કરાઈ હતી અને સરસ મજાના વાતાવરણ વચ્ચે દાતાર બાપુના દર્શને પધારેલા ભાવિકોએ દાતાર બાપુના દર્શન કરી અને ધન્ય બન્યા હતા. અને જગ્યા ખાતે ટૂંકું રોકાણ કરી પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. હાલમાં પરિક્રમા બંધ રખાય છે, ત્યારે ભાવિકોએ ગિરનાર અને દાતારની યાત્રા કરવાનું મુનાશીપ માની અને ભાવિકો ઉપલા દાતાની જગ્યા નીચેથી ઉપર સુધી દરેક જગ્યાએ ભાવિકો માટે ચા પાણી વગેરેની સુંદર મજાની વ્યવસ્થા જગ્યા તરફથી ઊભી કરાઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ