ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)
ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ દ્રારા જાહેર કરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુબેશ(Special Intensive Revision-SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, ગીર સોમનાથના અધ્યક્ષ સ્થાને વિવિઘ રાજકીયના પક્ષોના પ્રતિનિઘિઓ સ
ગીર સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR)


ગીર સોમનાથ, 2 નવેમ્બર (હિ.સ.) : ભારતના ચૂંટણી પંચ દ્રારા જાહેર કરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુબેશ(Special Intensive Revision-SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર, ગીર સોમનાથના અધ્યક્ષ સ્થાને વિવિઘ રાજકીયના પક્ષોના પ્રતિનિઘિઓ સાથે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અઘિકારીએ વિવિઘ રાજકીય ૫ક્ષના પ્રતિનિઘિઓને મતદારની પાત્રતા, SIR ની જરૂરિયાત, SIRના મુખ્ય અધિકારીશ્રીઓ, SIRની મુખ્ય પ્રક્રિયા, ગણતરી ફોર્મ, SIR માટે ના સૂચક (સંપૂર્ણ નહીં) દસ્તાવેજોની યાદી, તેમજ SIRના શેડયુલની વિગતવાર જાણકારી આપી હતી.

જેમાં SIRના વિવિધ તબક્કાઓ અનુસાર તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યૂમરેશન ફોર્મ ભરાવશે. ત્યારબાદ તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. જેમાં તા.૦૯/૧૨/૨૦૨૫ થી ૦૮/૦૧/૨૦૨૬ સુધી સુધારા માટેનો દાવો મતદારો કરી શકશે. તા. ૦૯/૧૨/૨૦૨૫ થી ૩૧/૦૧/૨૦૨૬ સુધી દાવાઓની સુનાવણી તથા પ્રમાણિકરણ કરાશે.આ સમગ્ર પ્રક્રિયાના અંતે તા. ૦૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.આ બાબતે આ જિલ્લાના મતદાર નોંઘણી અઘિકારીશ્રીઓએ ૫ણ રાજકીય ૫ક્ષોના પ્રતિનિઘિઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.

ભારતના ચૂંટણી પંચ દ્રારા જાહેર કરવામાં આવેલી મતદારયાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (Special Intensive Revision-SIR) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, ગીર સોમનાથના અધ્યક્ષ સ્થાને તા. ૨૯/૧૦/૨૦૨૫ના રોજ તમામ મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી તેમજ મતદારયાદી સ્ટાફને તાલીમ આપવામાં આવી હતી.

આ તાલીમમાં અધિકારીઓને અને કર્મચારીઓને મતદારની પાત્રતા, SIR ની જરૂરિયાત, SIRના મુખ્ય અધિકારીઓ, SIRની મુખ્ય પ્રકિયા, ગણતરી ફોર્મ, SIR માટે ના સૂચક (સંપૂર્ણ નહીં) દસ્તાવેજોની યાદી, તેમજ SIRના શેડયુલની વિગતવાર તાલીમ આપવામાં આવી હતી.તેમજ ગીર સોમનાથ જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા BLO અને BLO Supervisorને તાલીમ આપવામાં આવેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande