કૃષિ લોનના નામે લાંચ, બેંક મેનેજર અને કર્મચારીની રંગેહાથ ધરપકડ
નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ ઉત્તર પ્રદેશના, આઝમગઢ જિલ્લામાં ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકની દુર્વાશા શાખાના બ્રાન્ચ મેનેજર અને એક કોન્ટ્રાક્ટ કર્મચારીની ₹20,000 ની લાંચ લેતી વખતે
લોન


નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન

(સીબીઆઈ) એ ઉત્તર પ્રદેશના, આઝમગઢ જિલ્લામાં ઉત્તર પ્રદેશ ગ્રામીણ બેંકની દુર્વાશા

શાખાના બ્રાન્ચ મેનેજર અને એક કોન્ટ્રાક્ટ કર્મચારીની ₹20,000 ની લાંચ લેતી

વખતે રંગેહાથ ધરપકડ કરી છે. બંને પર કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) લોન મંજૂર કરવાના

બદલામાં લાંચ માંગવાનો આરોપ છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ શ્રવણ ટંડન (શાખા મેનેજર) અને

વિશ્વરામ (કોન્ટ્રાક્ટ કર્મચારી) તરીકે થઈ છે. બંને આઝમગઢમાં ઉત્તર પ્રદેશ ગ્રામીણ

બેંકની દુર્વાશા શાખામાં પોસ્ટેડ હતા.

સીબીઆઈના જણાવ્યા અનુસાર, “ફરિયાદ મળ્યા બાદ

એજન્સીએ 5 ડિસેમ્બરે કેસ

નોંધ્યો હતો. એવો આરોપ છે કે, બેંક અધિકારીઓ ₹2.52 લાખની કેસીસી લોન માટે 10% વ્યાજ દરે ₹25,000 ની લાંચ માંગી રહ્યા હતા. વાટાઘાટો પછી, રકમ ઘટાડીને ₹20,000 કરવામાં આવી

હતી. આ પછી, સીબીઆઈએ 6 ડિસેમ્બરના રોજ

છટકું ગોઠવ્યું અને ફરિયાદી પાસેથી સંમત રકમ સ્વીકારતા બંને આરોપીઓને પકડી લીધા.”

સીબીઆઈ અધિકારીઓના જણાવ્યા અનુસાર, “ધરપકડ બાદ, બંનેની પૂછપરછ

કરવામાં આવી રહી છે અને છટકું સંબંધિત વધુ તપાસ ચાલુ છે.”

સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું હતું કે, “કેસની તપાસ ચાલુ છે

અને જરૂરી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.”

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / ઉદય કુમાર સિંહ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande