
પણજી, નવી દિલ્હી,7 ડિસેમ્બર (હિ.સ.) ઉત્તર ગોવાના અરપોરામાં મોડી
રાત્રે એક નાઇટક્લબમાં લાગેલી આગમાં, 23 લોકોના મોત થયા. ગોવાના પોલીસ મહાનિર્દેશક આલોક કુમારે
જણાવ્યું કે,” મૃતકો ક્લબના કર્મચારીઓ હતા. સિલિન્ડર વિસ્ફોટ પછી આગ લાગી.” તેમણે
ઉમેર્યું કે,” અત્યાર સુધીમાં 23 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.”
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને સ્થાનિક ધારાસભ્ય
માઈકલ લોબો, માહિતી મળતા જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. લોબોએ જણાવ્યું હતું કે,”
અત્યાર સુધી કોઈ પ્રવાસી જાનહાનિ થઈ નથી.” અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આગને
કાબુમાં લેવા અને વધુ તપાસ કરવા માટે તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી શરૂ કરવામાં
આવી છે.”
મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે, અકસ્માત પર દુ:ખ વ્યક્ત કરતા
તેમણે કહ્યું કે,” ગોવા જેવા પ્રવાસી રાજ્ય માટે, આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.”
તેમણે કહ્યું કે,” જે લોકોએ નિયમોની અવગણના કરી અને ગેરકાયદેસર રીતે આવા સ્થાપનો
ચલાવ્યા તેઓએ આગ લગાવી, જેમાં 23 લોકોના મોત થયા.
સરકાર આ ઘટનાની તપાસ કરશે.”
હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ