
-તપોવન વિધાસંકુલ ખાતે ૬૦ જેટલી વિવિધ કૃતિઓએ આકર્ષણ જમાવ્યું
ગીર સોમનાથ 7 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મુછારના અધ્યક્ષસ્થાને આંકોલવાડી ખાતે તપોવન વિધાસંકુલ મુકામે જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત ડાયેટ દ્વારા ૧૧મું ગણિત-વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.
જિલ્લાના વેરાવળ, તાલાલા સહિત ૬ તાલુકામાંથી બીઆરસી કક્ષાએ તેમજ એસ.વી.એસ કક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવેલ માધ્યમિક વિભાગની પાંચ અને પ્રાથિમક વિભાગની પાંચ આમ કુલ ૬૦ કૃતિઓ અને ૧૨૦ બાળકો તેમજ ૬૦ માર્ગદર્શક શિક્ષકઓ ઉપસ્થિત રહ્યા હતાં.
શુક્ર અને શનિવારે તાલુકાની શાળાઓમાંથી વિધાર્થીઓ પ્રદર્શન નિહાળવા માટે આવશે. તેમજ નિર્ણાયકો દ્વારા કૃતિઓ નિહાળી પ્રથમ ક્રમાંકે આવનાર પ્રાથમિકમાંથી પાંચ અને માધ્યમિકમાંથી પાંચ કૃતિઓ ઝોન કક્ષાએ પ્રદર્શનમાં ભાગ લેશે.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બીઆરપી રમેશ વાળા દ્વારા, કરવામાં આવ્યું હતું.
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચા,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એચ.પટેલ, ડાયેટ પ્રાચાર્યશ્રી અને ગુજરાત રાજ્ય તાલીમ ભવન અધ્યાપક મંડળના પ્રમુખ વી.એમ. પંપાણીયા,જૂનાગઢ ડાયેટ પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ,જૂનાગઢ ડાયેટ સી. લેક્ચરર ભરતભાઈ મેસિયા, એ.સી.વ્યાસ, તપોવન વિધા સંકુલ ટ્રસ્ટી રાજેશભાઈ પાનેલિયા, પ્રિન્સીપાલશ્રી, જિલ્લાના તમામ બીઆરસી ટીપીઓ તેમજ ડાયેટ સ્ટાફ અને હરિ પ્રબોધમ ધામ બાકરોલથી સંતો ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ