ઉનાની એચ. એમ. વિ. કોલેજ ખાતે થેલેસેમીયા માર્ગદર્શન અને સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો.
ગીર સોમનાથ 7 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ગુપ્તપ્રયાગ એજ્યુકેશન ટ્રસ્ટ - મુંબઇ સંચાલિત એચ.એમ. વિ.આર્ટસ & કોમર્સ કોલેજ ઉના ખાતે થેલેસેમીયા પ્રિવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા રેડ ક્રોસ અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ દ્વારા માર
ઉનાની એચ. એમ. વિ. કોલેજ


ગીર સોમનાથ 7 ડિસેમ્બર (હિ.સ.) ગીર સોમનાથ ગુપ્તપ્રયાગ એજ્યુકેશન ટ્રસ્ટ - મુંબઇ સંચાલિત એચ.એમ. વિ.આર્ટસ & કોમર્સ કોલેજ ઉના ખાતે થેલેસેમીયા પ્રિવેન્શન પ્રોગ્રામ અંતર્ગત ગીર સોમનાથ જીલ્લા રેડ ક્રોસ અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ દ્વારા માર્ગદર્શન અને સ્ક્રીનિંગ કેમ્પ યોજાયો હતો.

જેમાં કોલેજના ટ્રસ્ટી નલિનીબેન ભટ્ટ, આચાર્ય પી. એમ. ધાંધલા અને અને કાર્યક્રમના સંયોજક ભાવેશભાઈ પરમારના સહયોગથી કુલ ૧૯૦ વિધાર્થીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં રેડ ક્રોસ ગીર સોમનાથના ચેરમેન એમિરેટ્સ કિરીટભાઇ ઉનડકડ ઉપસ્થિત રહ્યા હતા અને કોલેજના વિધાર્થીઓને થેલેસેમીયા રોગ વિશે વિસ્તૃત માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી. સ્ક્રીનિંગ ટેસ્ટ માટે રેડ ક્રોસ -અમદાવાદથી થેલેસેમીયા કો. ઓર્ડીનેટર નિલેશ ભારતીય અને તેની ટેક્નિશિયન ટીમ ઉપસ્થિત રહી હતી.

*કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર અને સાથે જોડાયેલા વિધાર્થી ભાઇ બહેનોએ ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande