
ગીર સોમનાથ 7 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથના તાલાલાના ધણેજ પ્રાથમિક શાળામાં જાતિના પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી રિઝવાનભાઈ, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ ગોવિંદભાઈ બારડ, તલાલા પંચાયતમાંથી તલાટી મંત્રી વિજયભાઈ બારડ રાજુભાઈ ચાંડેરા, સરપંચ પ્રતિનિધિ તથા આગેવાનો હાજર રહ્યાં હતા. જેમાં 120 બાળકોને પ્રમાણપત્ર અપાયા હતા.
વિજયભાઈ બારડ દ્વારા શાળાનો એક પણ વિદ્યાર્થી જાતિ પ્રમાણપત્રથી વંચિહિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી. અને શાળાનાં વિદ્યાર્થીઓને જાતિ પ્રમાણપત્રનું મૂલ્ય અને મહત્વ સમજાવ્યું હતું. શાળાના આચાર્ય દિપકસિંહ ઝાલાએ તમામમહેમાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં જાતિ પ્રમાણપત્રની ઉપયોગીતા વિશે માહિતી માહિતીઆપવામા આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ