ગોવા દુર્ઘટનાથી રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી દુઃખી,કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારોને આર્થિક સહાય પૂરી પાડશે
પણજી, નવી દિલ્હી 7 ડિસેમ્બર (હિ.સ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવા દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારો માટે તાત્કાલિક નાણાકીય સહાયની જાહેરાત કરી. એક એક્સ-સંદેશમાં, મોદીએ જા
ુદનો


પણજી, નવી દિલ્હી 7 ડિસેમ્બર (હિ.સ) રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવા દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ

મૃતકોના પરિવારો માટે તાત્કાલિક નાણાકીય સહાયની જાહેરાત કરી. એક એક્સ-સંદેશમાં, મોદીએ જાહેરાત

કરી કે,” ગોવાના અર્પોરામાં થયેલા અકસ્માતમાં માર્યા ગયેલા દરેક પરિવારને

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી ₹2 લાખની સહાય મળશે. ઘાયલોને ₹50,000 મળશે.”

પ્રધાનમંત્રીએ એક્સ-સંદેશ પર લખ્યું, આ ઘટના ખૂબ જ

દુ:ખદ છે. મારા સંવેદના તે બધા લોકો સાથે છે, જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે.

ઘાયલો શક્ય તેટલી વહેલી તકે સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. મેં ગોવાના મુખ્યમંત્રી

ડૉ. પ્રમોદ સાવંત સાથે, પરિસ્થિતિ વિશે વાત કરી. રાજ્ય સરકાર અસરગ્રસ્ત લોકોને

શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહી છે.

દરમિયાન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક એક્સ સંદેશમાં જણાવ્યું હતું

કે, ઉત્તર ગોવા

જિલ્લામાં બનેલી આ દુ:ખદ આગની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું, જેમાં ઘણા કિંમતી

જીવ ગયા હતા. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ મુશ્કેલ સમયમાં

તેમને હિંમત મળે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું.

આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી, જ્યારે ઉત્તર ગોવાના

અર્પોરામાં એક નાઈટક્લબમાં આગ લાગી હતી, જેમાં 23 લોકો માર્યા ગયા હતા. ગોવાના પોલીસ મહાનિર્દેશક આલોક

કુમારે જણાવ્યું હતું કે,” તમામ મૃતકો ક્લબના કર્મચારીઓ હતા. સિલિન્ડર ફાટવાથી આગ

લાગી હતી.” તેમણે ઉમેર્યું હતું કે,” અત્યાર સુધીમાં 23 મૃતદેહો બહાર

કાઢવામાં આવ્યા છે.”

માહિતી મળતાં જ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને

સ્થાનિક ધારાસભ્ય માઈકલ લોબો, ઘટનાસ્થળે દોડી ગયા હતા. લોબોએ જણાવ્યું હતું કે,”

અત્યાર સુધી કોઈ પ્રવાસી જાનહાનિના અહેવાલ નથી.” અધિકારીઓએ જણાવ્યું હતું કે,” આગ

પર કાબુ મેળવવા અને વધુ તપાસ કરવા માટે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ

કરવામાં આવી છે.”

મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે અકસ્માત પર દુઃખ વ્યક્ત કરતાં કરતા

હતું કે,” ગોવા જેવા પ્રવાસી રાજ્ય માટે આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.” તેમણે

જણાવ્યું હતું કે,” જે લોકોએ નિયમોની અવગણના કરી અને ગેરકાયદેસર રીતે આવા મથકો

ચલાવ્યા હતા તેઓએ આગ લગાવી,

જેમાં 23 લોકોના મોત થયા.

સરકાર આ ઘટનાની તપાસ કરશે.”

હિન્દુસ્થાન સમાચાર / મુકુન્દ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande