
નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.) દેશની ટોચની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી પાંચના સંયુક્ત માર્કેટ કેપમાં
ગયા અઠવાડિયે ₹72,284.74 કરોડનો વધારો
થયો. ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) અને ઇન્ફોસિસમાં સૌથી વધુ વધારો થયો.
શેરબજારના ડેટા અનુસાર, જે પાંચ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો તેમાં ભારતી
એરટેલ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, બજાજ ફાઇનાન્સ
અને ઇન્ફોસિસનો સમાવેશ થાય છે.જ્યારે રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, સ્ટેટ બેંક ઓફ
ઇન્ડિયા, લાર્સન એન્ડ
ટુબ્રો અને એલઆઈસીના માર્કેટ કેપમાં આ સમયગાળા દરમિયાન ઘટાડો થયો.
ડેટા અનુસાર, આ સમયગાળા દરમિયાન ટીસીએસનું માર્કેટ કેપ ₹35,909.52 કરોડ વધીને ₹11,71,862.37 કરોડ થયું.
ઇન્ફોસિસનું માર્કેટ કેપ ₹23,404.55 કરોડ વધીને ₹6,71,366.53 કરોડ થયું. તેવી
જ રીતે, બજાજ ફાઇનાન્સનું
બજાર મૂડીકરણ ₹6,720.28 કરોડ વધીને ₹6,52,396.39 કરોડ થયું, અને ભારતી
એરટેલનું મૂલ્યાંકન ₹3,791.9 કરોડ વધીને ₹12,01,832.74 કરોડ થયું.
ઉલ્લેખનીય છે કે, આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું બજાર મૂલ્ય ₹35,116.76 કરોડ ઘટીને ₹20,85,218.71 કરોડ થયું. આમ
છતાં, રિલાયન્સ
ઇન્ડસ્ટ્રીઝ દેશની સૌથી મૂલ્યવાન કંપની બની રહી છે. ગયા અઠવાડિયે, બોમ્બે સ્ટોક
એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ માત્ર 5.7 પોઈન્ટ વધ્યો, જ્યારે નેશનલ
સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટીમાં 16.5 પોઈન્ટનો ઘટાડો નોધાયો
છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ