
નવી દિલ્હી, 7 ડિસેમ્બર (હિ.સ.): પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, રવિવારે સશસ્ત્ર દળ ઝંડા દિવસ નિમિત્તે ત્રણેય સશસ્ત્ર દળોના બહાદુર સૈનિકો પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, સશસ્ત્ર દળોનું શિસ્ત, સંકલ્પ અને સાહસ માત્ર દેશને સુરક્ષિત રાખે છે, એટલું જ નહીં પરંતુ નાગરિકોના મનોબળને પણ મજબૂત બનાવે છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સૈનિકોની નિષ્ઠા, ફરજની ભાવના અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ, આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે. તેમણે દેશવાસીઓને સશસ્ત્ર દળો ધ્વજ દિવસ ભંડોળમાં ઉદારતાથી યોગદાન આપવા પણ અપીલ કરી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર, પ્રધાનમંત્રીએ કહ્યું, સશસ્ત્ર દળ ઝંડા દિવસ પર, આપણે અતૂટ હિંમતથી દેશનું રક્ષણ કરનારા બહાદુર પુરુષો અને મહિલાઓ પ્રત્યે ઊંડો આભાર વ્યક્ત કરીએ છીએ. તેમનું શિસ્ત, દૃઢ નિશ્ચય અને અદમ્ય ભાવના, આપણા દેશ અને નાગરિકોની સુરક્ષા માટેનો આધારસ્તંભ છે. તેમનું સમર્પણ ફરજ, શિસ્ત અને દેશભક્તિનું એક શક્તિશાળી ઉદાહરણ છે. ચાલો આપણે બધા સશસ્ત્ર દળ ઝંડા દિવસ ભંડોળમાં યોગદાન આપીએ.
હિન્દુસ્થાન સમાચાર/પ્રશાંત શેખર/મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ