પાટણની મહિલાની 27.25 લાખની ઠગાઈકાંડમાં બે આરોપી રિમાન્ડ પર
પાટણ, 7 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નજીકના ગામની 46 વર્ષની મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખ પડાવવાના કેસમાં બે આરોપીઓ—પરેશ બેચરભાઈ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણની ધરપકડ કરી બાલીસણા પોલીસે તેમને ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટએ બંનેને
46 વર્ષીય મહિલાની 27.25 લાખની ઠગાઈકાંડમાં બે આરોપી રિમાન્ડ પર


પાટણ, 7 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ નજીકના ગામની 46 વર્ષની મહિલાને બ્લેકમેલ કરીને રૂ. 27.25 લાખ પડાવવાના કેસમાં બે આરોપીઓ—પરેશ બેચરભાઈ પટેલ અને ઝાકીરહુસેન અબુબકર મેમણની ધરપકડ કરી બાલીસણા પોલીસે તેમને ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટએ બંનેને 9 ડિસેમ્બર 2015 સુધી પોલીસ રિમાન્ડ પર સોંપ્યા છે.

પોલીસ તપાસ મુજબ, આરોપીઓએ મહિલાનું એકાકીપણું જોઈ તેનું શારીરિક શોષણ કર્યું અને બાદમાં ફોટા–વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ટુકડે ટુકડે મોટી રકમ પડાવી લીધી. આરોપીઓએ મહિલાથી વિશ્વાસમાં લઈને રોકડા પૈસા મેળવ્યા, જે રકમ ક્યાં વાપરી છે તે અંગે તપાસ જરૂરી હોવાનું પોલીસે કોર્ટને જણાવ્યું.

આરોપીઓ પાસે ફરિયાદીના બેંક ઓફ બરોડાના કેટલાક ચેક છે એવું રેકોર્ડિંગ અને અરજીમાં જણાવાયું છે. આ ચેક ક્યાં છે, કેટલા છે અને કોના કબજામાં છે તેની તપાસ બાકી છે. પરેશ પટેલે પોતાની PLHA+ સ્થિતિ અંગે જણાવ્યાં બાદ સિવિલ હોસ્પિટલમાં જરૂરી ટેસ્ટ કરવાની જરૂરિયાત પણ પોલીસએ વ્યક્ત કરી હતી.

આરોપીઓ પાટણ સુધી કોના વાહનથી અને કયા ડ્રાઈવર સાથે આવતા હતા, તેમની વચ્ચે સંપર્ક કેવી રીતે શરૂ થયો અને અન્ય ક્યાંક આવા ગુનાઓ આચર્યા છે કે નહીં—તે સહિત અનેક મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. વધુ કોઈ સંડોવણી છે કે નહીં તે જાણવા રિમાન્ડ જરૂરી હોવાના આધારે કોર્ટએ પોલીસ કસ્ટડી મંજૂર કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande