ટોમ બ્લંડેલ વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર, મિશેલ હે એ ડેબ્યૂ માટે પુષ્ટિ આપી
વેલિંગ્ટન, નવી દિલ્હી, 9 ડિસેમ્બર (હિ.સ.): વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન ટોમ બ્લંડેલ હેમસ્ટ્રિંગ, ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ગયા અઠવાડિયે ક્રાઇસ્ટચર્ચમ
વિકેટકીપર-બેટ્સમેન ટોમ બ્લંડેલ


વેલિંગ્ટન, નવી દિલ્હી, 9 ડિસેમ્બર (હિ.સ.): વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટ પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. વિકેટકીપર-બેટ્સમેન ટોમ બ્લંડેલ હેમસ્ટ્રિંગ, ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. ગયા અઠવાડિયે ક્રાઇસ્ટચર્ચમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન બેટિંગ કરતી વખતે બ્લંડેલને આ ઈજા થઈ હતી.

બ્લંડેલને બાકાત રાખ્યા બાદ, 25 વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન મિશેલ હે ના ટેસ્ટ ડેબ્યૂ થવાની અપેક્ષા છે. તે બુધવાર (10 ડિસેમ્બર) થી બેસિન રિઝર્વ ખાતે શરૂ થનારી બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ માટે ટેસ્ટ ડેબ્યૂ કરશે.

ન્યુઝીલેન્ડને અગાઉ ત્રણ વધુ ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો. ફાસ્ટ બોલર મેટ હેનરી (કાફ ઈજા), નાથન સ્મિથ (સાઈડ ઈજા) અને ઓલરાઉન્ડર મિશેલ સેન્ટનર (જંઘામૂળ ઈજા) બાકીની શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટે ઓલરાઉન્ડર ક્રિસ્ટીયન ક્લાર્ક અને ફાસ્ટ બોલર માઈકલ રે ના રિપ્લેસમેન્ટ તરીકે નામ આપ્યા છે.

મિશેલ હે એ, ન્યૂઝીલેન્ડ માટે 19 આંતરરાષ્ટ્રીય વ્હાઇટ-બોલ મેચ રમી છે, જેમાં 12 ટીૃ20 અને 7 વનડેનો સમાવેશ થાય છે. કેન્ટરબરી માટે 29 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં, તેણે 48.58 ની પ્રભાવશાળી સરેરાશથી 1,895 રન બનાવ્યા છે, જેમાં 17 અડધી સદી અને 146 ની સદીનો સમાવેશ થાય છે.

આ દરમિયાન, કાયલ જેમીસન રેડ-બોલ ક્રિકેટમાં પાછા ફરવાની યોજના બનાવવા માટે ટીમના સપોર્ટ સ્ટાફ સાથે કામ કરી રહ્યો છે અને તાજેતરમાં પ્લંકેટ શીલ્ડમાં સેન્ટ્રલ સ્ટેગ્સ સામે કેન્ટરબરી માટે રમ્યો હતો. ગ્લેન ફિલિપ્સ, જે જંઘામૂળના ખેંચાણમાંથી સ્વસ્થ થયા છે, તેમણે ઓટાગો માટે ટુર્નામેન્ટની પ્રથમ બે મેચમાં 130 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી. ફિલિપ્સને બીજી ટેસ્ટ માટે પસંદ કરાયેલ 14 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

મિશેલ હે અને ન્યૂ-બોલ ટીમ અંગે, મુખ્ય કોચ રોબ વોલ્ટરે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મિશેલ એક યુવાન ખેલાડી છે જેણે પહેલાથી જ સફેદ બોલ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. કેન્ટરબરી માટે તેનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ પણ ઉત્તમ છે. ટેસ્ટ ટીમમાં તેનો સમાવેશ તેની કારકિર્દીનો એક ખાસ ક્ષણ છે, અને અમે તેને રમતા જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

ક્રિસ્ટીયન ક્લાર્ક અને માઈકલ રે વિશે બોલતા, વોલ્ટરે કહ્યું, બંને ખેલાડીઓ લાંબા સમયથી અમારા રડાર પર છે અને તેમણે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે. ક્લાર્કે નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સ માટે 28 મેચોમાં 79 વિકેટ લીધી છે, જ્યારે માઈકલ રેએ 70 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 208 વિકેટ લીધી છે. બંને પાસે રેડ-બોલ ક્રિકેટ માટે ઉત્તમ કૌશલ્ય છે, અને આ તેમના માટે ઉચ્ચતમ સ્તર પર પોતાને સાબિત કરવાની એક શ્રેષ્ઠ તક છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનીલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande