પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.)
ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ની વાર્ષિક પરીક્ષા નો ગુરુવાર થી પ્રારંભ થયો હતો ત્યારે સિદ્ધપુરમાં 8 કેન્દ્રો ઉપર કુલ 1903 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પોતાના વાલીઓ સાથે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોચ્યા હતા.
સિદ્ધપુર મા ગુરૂવારે ધોરણ 10 એસ.એસ.સી અને ધોરણ 12 એચ.એસ.સી ની પરીક્ષાની શરૂઆત થઈ હતી ત્યારે ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ શહેરની પી.જે હાઇસ્કુલ ખાતે 12 બ્લોક મા 270 વિદ્યાર્થીઓ , એડનવાલા હાઇસ્કુલમા 10 બ્લોક મા 300 વિદ્યાર્થીઓ , ઍમ.પી હાઇસ્કુલમા 12 બ્લોકમા 360 વિદ્યાર્થીઓ , ગુરુકુળ હાઇસ્કુલમા 12 બ્લોકમાં 306 વિદ્યાર્થીઓ , શ્રી સ્થળ હાઈસ્કુલમાં 3 બ્લોકમાં 45 વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 12 ના એચ.એસ.સીના વિદ્યાર્થીઓએ શહેરની એલ.એસ હાઇસ્કુલ ખાતે વી.પ્ર ના 12 બ્લોકમાં 211 વિદ્યાર્થીઓ અને એડનવાલા હાઇસ્કુલ બ્લોક 10 મા 271 વિદ્યાર્થીઓ , એમ.પી હાઇસ્કુલમા 7 બ્લોકમાં 140 વિદ્યાર્થીઓ આ ઉપરાંત ધો.10 ના સી.સી યોગાંજલી હાઇસ્કુલ અને કાકોશી ખાતે પરીક્ષા આપવા માટે પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા આપવા પહોચ્યા હતા જ્યા શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓ નુ મો મીઠુ કરાવી સારી રીતે પરીક્ષા આપવા માટે શુભકામનાઓ આપવામા આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર