પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાગલપુરમાં PM કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો જાહેર કર્યો છે. 9.8 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 22 હજાર કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરી છે, જેમાં 2.41 કરોડ મહિલા ખેડૂતોનો સમાવેશ થાય છે.
ખેડૂતોએ હવે પોતાના ઘરની સામે પોસ્ટમેન મારફતે રકમ મેળવી શકશે. આધાર ઇનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમના માધ્યમથી એક દિવસમાં ₹10,000 સુધીની રકમ નિઃશુલ્ક ઉપાડી શકાશે. કૃષ્ણકુમાર યાદવના જણાવ્યા મુજબ, હવે ખેડૂતોને બેંક કે ATM સુધી જવાની જરૂર નહીં પડે.
PM કિસાન યોજના ફેબ્રુઆરી 2019માં શરૂ થઈ હતી. આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક ₹6,000 આપવામાં આવે છે, જે ત્રણ હપ્તામાં ₹2,000 કરી DBT દ્વારા ખટામાં જમા થાય છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર