પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં 17થી 26 ફેબ્રુઆરી દરમિયાન 50 હજારથી વધુ બોરી રાયડા આવક નોંધાઈ છે. બજાર સમિતિના ચેરમેન સ્નેહલ પટેલના જણાવ્યા મુજબ, રાયડાનો નીચો ભાવ પ્રતિ ક્વિન્ટલે રૂ. 4,810 અને ઊંચો ભાવ રૂ. 5,975 રહ્યો છે, જેમાં સરેરાશ ભાવ રૂ. 5,438 નોંધાયો છે. આ ભાવો સાથે ખેડૂતોને તેમના ઉત્પાદન માટે યોગ્ય વળતર મળી રહ્યું છે.
પાટણ પંથકમાં રાયડાનું મબલખ ઉત્પાદન થયું છે, અને ખેડૂતો વહેલી સવારથી જ પોતાનો માલ વેચાણ માટે લાવી રહ્યા છે. ખાજી વાહનો, ટ્રેક્ટરો અને ઉટલારીઓ મારફતે ખેડૂતો તેમને રાયડાનું વેચાણ કરી રહ્યા છે.
બજાર સમિતિ દ્વારા ઉત્તર ગુજરાતના ખેડૂતો અને વેપારીઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખુલ્લી હરાજી પદ્ધતિ, યોગ્ય તોલમાપ અને રોકડ નાણાંના વ્યવહારના કારણે મોટાં પ્રમાણમાં ખેડૂતો તેમની ઉપજ વેચવા માટે આવી રહ્યા છે. ચેરમેન અને તેમનાં ટીમ વેપારીઓ સાથે સારો સંલગ્નતા રાખીને ખેડૂતોને યોગ્ય વળતર માટે કાર્યરત છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર