અંબાજી માં બોર્ડ ની પરીક્ષા ના પ્રથમ દિવસે માતાજી નો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ અપાયો
અંબાજી,27 ફેબ્રુઆરી (હિ.સ.) અંબાજી માં બોર્ડ ની પરિક્ષા નો પ્રારંભ, સીસી ટીવી કેમેરા ની નિગરાની ના પરીક્ષા, અંબાજી તમામ કેન્દ્ર ના પરીક્ષાર્થી ઓ મફત ભોજન નો લઇ રહ્યા છે લાભ, ગુજરાતભર માં આજ થી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા નો શુભારંભ થયો
Ambaji ma bord ni pariksa no praranbh


અંબાજી,27 ફેબ્રુઆરી (હિ.સ.) અંબાજી માં બોર્ડ ની પરિક્ષા નો પ્રારંભ, સીસી ટીવી કેમેરા ની નિગરાની ના પરીક્ષા, અંબાજી તમામ કેન્દ્ર ના પરીક્ષાર્થી ઓ મફત ભોજન નો લઇ રહ્યા છે લાભ, ગુજરાતભર માં આજ થી ધોરણ 10 અને 12 ની બોર્ડ ની પરીક્ષા નો શુભારંભ થયો છે યાત્રાધામ અંબાજી ખાતે પણ આજે પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થીઓ સહીત વાલીઓ પરીક્ષા ના સમય પૂર્વે જ પહિચી ગયેલા જોવા મળ્યાં હતા ને વિધાર્થીઓ સહિત વાલીઓ માં ભારે ઉતેજના જોવા મળી હતીf આજે બોર્ડ ની પરીક્ષા ના પ્રથમ દિવસે અધિક કલેકટર અને મંદિર ના વહીવટદાર કૌશિક મોદી એ માતાજી નો પ્રસાદ મોહનથાળ ખવડાવી પરીક્ષાર્થીઓ ને પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ અપાયો હતો જ્યાં વિદ્યાર્થીઓ પણ લાંબી કતાર સાથે પરીક્ષા કેન્દ્ર માં પ્રવેશ મેળવ્યો હતો સાથે પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ શાંતિ થી પરીક્ષા આપી શકે અને કોઈપણ જાત ની ગેરરીતિ ન સર્જાય તે માટે શાળા પરીક્ષા પરિષર cctv કેમેરા થી સજ્જ કરી સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે જયારે પરીક્ષાખંડ ના સુપરવાઈઝરો ને પણ ચીઠી ખોલી ને પરીક્ષાખંડ ની ફાળવણી કરવામાં આવી હતી સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સહિત આરોગ્ય ની ટીમ નો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અંબાજી વિસ્તાર માં કુલ 3 પરીક્ષા કેન્દ્રો ઉપર 700 જેટલા બાળકો પરીક્ષા આપશે જોકે આ વખતે દર વર્ષ કરતાં બોર્ડ ની પરીક્ષા 10 થી 15 દિવસ વહેલા લેવામાં આવી છે.

અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પહેલા બહાર થી પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજન ની વ્યવસ્થા કરવામાં આવતી હતી પણ હવે ભોજનલાય સદંતર નિઃશુલ્ક કરી દેવાતા ફ્રી ભોજન નો લાભ સ્થાનિક તમામ વિધાર્થીઓ લઇ શકશે તેમ કૌશિક મોદી અંબાજીએ જણાવ્યુ હતું

જ્યારે પરીક્ષા કેન્દ્ર ના સંચાલક પ્રિન્સિપાલ શૈલેન્દ્રસિંહ રાજપૂત અંબાજી જણાવ્યુ હતુ કે આ વખતે પરીક્ષા 10 થી 15 દિવસ વહેલા લેવામાં આવી છે

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande