યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટને રૂપિયા 9 લાખની કિંમતની ચાંદી ના થાળ નુ મળ્યું દાન
અંબાજી,27 ફેબ્રુઆરી (હિ.સ.) આમ તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં માતાજીને સોનાના થાળમાં માતાજીનો રાજભોગ ધરાવવામાં આવે છે જ્યારે માઇ ભક્તો દ્વારા ધરાવતા રાજભોગ ચાંદીના થાળમાં ઠરાવવામાં આવે છે હાલમાં અંબાજી મંદિર પાસે જે ચાંદીનો થાળ છ
Ambaji mandir trast ne chandi nu dan


અંબાજી,27 ફેબ્રુઆરી (હિ.સ.) આમ તો અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં માતાજીને સોનાના થાળમાં માતાજીનો રાજભોગ ધરાવવામાં આવે છે જ્યારે માઇ ભક્તો દ્વારા ધરાવતા રાજભોગ ચાંદીના થાળમાં ઠરાવવામાં આવે છે હાલમાં અંબાજી મંદિર પાસે જે ચાંદીનો થાળ છે તે વર્ષ 2003 માં દાન ભેટમાં મળેલું હતું ને છેલ્લા 22 વર્ષથી તેમજ શ્રદ્ધાળુઓ માતાજીને રાજભોગ ધરાવતા હતા જ્યારે મૂળ ગુજરાતના રહેવાસી અને હાલ યુએસએ ના ન્યુ જર્સીમાં રહેતા શ્રદ્ધાળુએ અંબાજી મંદિરને અંદાજે રૂપિયા નવ લાખની કિંમતનું ચાંદીનો થાળ અને પાંચ મંગળ આરતી ચાંદીની બનાવી દાન ભેટમાં અર્પણ કરી હતી તેમને જણાવ્યું હતું કે અમારું એક સ્વપ્ન હતું કે અંબાજી મંદિર માં જે શ્રદ્ધાળુઓ રાજભોગ ધરાવે છે તે થાળ ઉપર વર્ષ 2003 લખેલું હતું ત્યારે તેમને નવો થાળ આપવાનો વિચાર થતાં મૂળ ગુજરાતના અને હાલ યુએસએ ના ન્યુ જર્સીમાં થાય થયેલા મનીષાબેન શર્માએ તેમને દિનેશ ભટ્ટ માતાજીને રાજભોગ જમાડવા માટે સાત કિલો ચાંદીનો થાળ અને પાંચ મંગળ દીવા ની ચાંદની આરતી ભેટ કરી હતી

અંબાજી મંદિરમાં આજે મંદિરના વહીવટદાર કૌશિક મોદી તેમજ ટેમ્પલ ઇન્સ્પેક્ટર પ્રવીણ ગોસ્વામી ને અમદાવાદના સરધાડો દિનેશ ભટ્ટ તેમજ મનિષાબેન શર્મા મૂળ ગુજરાતના નિવાસી ને હાલમાં યુએસએ ના ન્યુ જર્સીમાં રહેતા શ્રદ્ધાળુ એ 9 લાખની કિંમતનું ચાંદી નો થાળ અને આરતી આજે અર્પણ કરી હતિ

એન.આર.આઈ શ્રદ્ધાળુ 16 વર્ષ બાદ સૌપ્રથમ વખત ભારત આવતા સૌ પહેલા અંબાજી પહોંચ્યા હતા આ શ્રદ્ધાળુઓનું આજે માતાજીને ચાંદીનો થાળ અને આરતી આપવાનો સપનું કર્યું પૂરું છે. આ અગાઉ અંબાજી મંદિર ટ્રસ્ટ ને અગાઉ 2023 માં ચાંદીનો થાળ ભેટ માં મળ્યું હતું ને બાવીસ વર્ષ બાદ ફરીવાર મંદિરના રાજભોગ ધરાવા નવા ચાંદી નો થાળ અર્પણ કરાયો છે હવે માતાજીને બાવીસ વર્ષ જુના થાળના બદલે નવા ચાંદીના થાળમાં રાજભોગ ધરાશે

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande