અમિત શાહે, ચંદ્રશેખર આઝાદને તેમના શહીદ દિવસ પર નમન કર્યા
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, મહાન ક્રાંતિકારી અમર શહીદ ચંદ્રશેખર આઝાદને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. શાહે, આજે સવારે તેમના એક્સ હેન્ડલ પોસ્ટ પર ભારત માતાના અજેય પુત્ર આઝાદને યાદ કરીને નમન કર્યા
અમર શહીદ ચંદ્રશેખર આઝાદને નમન


નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.). કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે, મહાન ક્રાંતિકારી અમર શહીદ ચંદ્રશેખર આઝાદને તેમના શહીદ દિવસ પર શ્રદ્ધાંજલિ આપી છે. શાહે, આજે સવારે તેમના એક્સ હેન્ડલ પોસ્ટ પર ભારત માતાના અજેય પુત્ર આઝાદને યાદ કરીને નમન કર્યા.

ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટર પર લખ્યું, “માં ભારતીના અજેય સપૂત ચંદ્રશેખર આઝાદજીએ તેમના જીવન દ્વારા સાબિત કર્યું કે, માતૃભૂમિ પ્રત્યે ફરજોની કોઈ મર્યાદા નથી. યુવાનોને સ્વતંત્રતા ચળવળમાં સક્રિય રીતે સામેલ કરીને બ્રિટિશ સરકારની ઊંઘ હરામ કરનાર આઝાદજીના બલિદાનથી સ્વતંત્રતાની ચિનગારીને એક મહાન જ્યોતમાં ફેરવાઈ ગઈ. અમર શહીદ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની ચંદ્રશેખર આઝાદને તેમના શહીદ દિવસ પર કોટી કોટી નમન.

હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande