મોડાસા, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાનો પ્રાંરભ થઈ ગયો છે... રાજ્યની વિવિધ શાળાઓમાં બાળકો પરીક્ષા આપવા માટે પહોંચ્યા હતા... અરવલ્લી જિલ્લામાં કુલ 28 હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.. અરવલ્લી જીલ્લાના ત્રણ ઝોનમાં સી.સી.ટીવી કેમેરાની નજરે બોર્ડની પરીક્ષનું મોનિટરિંગ કરાશે... ધો. 10 ની પરીક્ષા કુલ 27 કેન્દ્રો પર 17836 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.. જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં કુલ 14 કેન્દ્રોમાં 8732 વિદ્યાર્થીઓ જયારે ધો.12 ના વિજ્ઞાન પ્રવાહમાં કુલ 3 કેન્દ્રોમાં 1728 વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 44 કેન્દ્રો પર 28295 પરીક્ષા આપશે. આ માટે જિલ્લા વહીવટી તંત્ર તેમજ શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.બોર્ડની પરીક્ષાને લઇને, મોડાસા ની શ્રી. જે.બી.શાહ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે બાળકો પરીક્ષા માટે પહોંચ્યા હતા, જ્યાં અરવલ્લી જિલ્લા શિક્ષણાધિકારી ઉષાબેન ગામીતે બાળકોને કુમકુમ તિલક કરી આવકાર્યા હતા... આ સાથે જ મ.લા.ગાંધી ઉચ્ચત્તર કેળવણી મંડળના પ્રમુખ મહેન્દ્ર શાહ, હોદ્દેદારો તેમજ શિક્ષકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા... આ સાથે જ પોલિસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.... મોટી સંખ્યામાં વાલીઓ તેમના બાળકોને શુભેચ્છાઓ પાઠવવા માટે પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા...
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ