ભાજપે પાટણ જિલ્લાની નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી
પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળની સૂચના અનુસાર ગુરુવારે પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતી કવાડિયા અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે આ પ્રક્રિયા હાથ ધ
ભાજપે પાટણ જિલ્લાની નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરી


પાટણ, 27 ફેબ્રુઆરી (હિ.સ.) ગુજરાત પ્રદેશ ભાજપના મોવડી મંડળની સૂચના અનુસાર ગુરુવારે પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા યોજવામાં આવી હતી. પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ જયંતી કવાડિયા અને પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટે આ પ્રક્રિયા હાથ ધરી હતી. તેમણે ત્રણેય નગરપાલિકાના કુલ 54 વિજયી ઉમેદવારો પાસેથી મંતવ્યો મેળવ્યા હતા.

પ્રથમ રાધનપુરની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, ત્યારબાદ હારીજ અને ચાણસ્માની યોજાશે. રાધનપુર નગરપાલિકામાં ભાજપે બહુમતી મેળવી છે. ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ મહિલા માટે અનામત રાખવામાં આવ્યું છે, જે માટે આગામી અઢી વર્ષમાં નિમણૂક કરવામાં આવશે.

સેન્સ પ્રક્રિયા દરમિયાન રાધનપુરના ધારાસભ્ય લવીંગજી ઠાકોર, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશ પટેલ અને રમેશ સિંધવ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આ મંતવ્યો હવે પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande