મંત્રીમંડળે, વકફ પર જેપીસી દ્વારા સૂચવેલા ફેરફારોને મંજૂરી આપી
નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.). સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા, તાજેતરમાં સૂચવવામાં આવેલા વક્ફ સુધારા બિલમાં ફેરફારોને, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બિલ સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં ચર્ચા અને પસાર મ
કેબીનેટ


નવી દિલ્હી, 27 ફેબ્રુઆરી (હિ.સ.). સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) દ્વારા, તાજેતરમાં સૂચવવામાં આવેલા વક્ફ સુધારા બિલમાં ફેરફારોને, કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, આ બિલ સંસદના બજેટ સત્રના બીજા ભાગમાં ચર્ચા અને પસાર માટે રજૂ કરવામાં આવશે. તેમાં 19 ફેબ્રુઆરીના રોજ ભાજપના સાંસદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની જેપીસી દ્વારા ભલામણ કરાયેલા મોટાભાગના ફેરફારોનો સમાવેશ થાય છે. બજેટ સત્રનો બીજો તબક્કો 10 માર્ચથી શરૂ થશે.

જેપીસી પરનો અહેવાલ 13 ફેબ્રુઆરીના રોજ સંસદના બંને ગૃહોમાં રજૂ કરવામાં આવ્યો હતો. સમિતિની કાર્યવાહી દરમિયાન રજૂ કરાયેલા 44 સુધારાઓમાંથી, પેનલે એનડીએ સભ્યો દ્વારા વિભાજન મત દ્વારા સૂચવવામાં આવેલા 14 ફેરફારોનો સ્વીકાર કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande