સુરતમાં ચેસ કોચ પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો
સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતમાં ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિયેશનના સભ્યોએ જ ચેસ કોચને બેરહેમીથી માર માર્યો. શહેરના અભિક્રમ કોમ્પ્લેકસમાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું. ઘાતકી હુમલાને પગલે ચેસ કોચ દ્વારા 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. ચેસ કોચ પ
સુરત


સુરત, 27 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતમાં ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિયેશનના સભ્યોએ જ ચેસ કોચને બેરહેમીથી માર માર્યો. શહેરના અભિક્રમ કોમ્પ્લેકસમાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું. ઘાતકી હુમલાને પગલે ચેસ કોચ દ્વારા 4 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી.

ચેસ કોચ પર હુમલા બાદ સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન વિવાદમાં જોવા મળ્યું. અભિક્રમ કોમ્પ્લેક્સમાં હેનિલ દેસાઈની એકેડમી પર હુમલાનો બનાવ બન્યો. આ ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ યુવાન દર્શિલ સુરત ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનમાં કોચ તરીકે જોડાયા. દર્શિલના કોચ તરીકે જોડાવાને લઈને એસોસિએશનના કેટલાક સભ્યોમાં નારાજગી જોવા મળી. અને એટલે જ આ એસો.ના સભ્યોએ દર્શિલને કોચ તરીકે હટાવવા હેરાનગતિ કરવાનું શરૂ કર્યું. પોતાના બદઇરાદાને અંજામ આપવા આ સભ્યોએ કોચ દર્શિલને સંકજામાં લેવા ડિનર પાર્ટીનું આયોજન કર્યુ હતું.

ચેસ કોચ દર્શિલ એસોસિએશનના સભ્યોની ખરાબ દાનતથી અજાણ હતો અને એટલે જ તેમના ડિનરપાર્ટીના આમંત્રણનો સ્વીકાર કર્યો. કોચ દર્શિલ જ્યારે ડિનર માટે પંહોચ્યો ત્યારે પ્રારંભમાં એસો.ના ચાર સભ્યોએ સારી વર્તણૂંક કર્યા બાદ તેને અડાજણ લઈ ગયા અને રૂમમાં ગોંધી રાખી બેરહેમથી ફટકાર્યો. આ લોકોએ દર્શિલના ગુપ્તાંગ પર લાત મારીને ઇજા પંહોચાડી અને કપડાં ઉતારી તેનો વીડિયો બનાવ્યો. એસોસિએશનના સભ્યોના ઘાતકી હુમલાથી માંડ માંડ જીવ બચાવી દર્શિલ ભાગ્યો. ચેસ કોચ દર્શિલે ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશનના ચાર સભ્યો સામે અડાજણ પોલીસમાં ફરિયાદ નોંધાઈ. આ સભ્યોના નામ હેનીલ દેસાઈ, ભાવિક જોષી, રાજન મોરકિયા અને નીરવ લાખાણી હોવાનું સામે આવ્યું છે. અડાજણ પોલીસે ચેસ કોચ દર્શિલ પર હુમલાને લઈને વધુ તપાસ હાથ ધરી છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande